ફિલ્મ રેડનું પહેલું ગીત રિલીઝ, ફરી જોવા મળી અજય-ઈલિયાનાનો રોમાન્સ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ફિલ્મ રેડનું પહેલું ગીત રિલીઝ, ફરી જોવા મળી અજય-ઈલિયાનાનો રોમાન્સ

ફિલ્મ રેડનું પહેલું ગીત રિલીઝ, ફરી જોવા મળી અજય-ઈલિયાનાનો રોમાન્સ

 | 11:39 am IST

બોલિવૂડ સ્ટાર અજય દેવગણ અને ઈલિયાના ડિક્રૂઝની જોડી ચમકાવતી ફિલ્મ ‘રેડ’નું પહેલું ગીત રિલીઝ થયું છે. આ ગીત એક રોમેન્ટિક ટ્રેક છે જેમાં અજય અને ઈલિયાનાની કેમેસ્ટ્રી જોવા મળે છે.

અજય દેવગણ અને ઈલિયાના આ અગાઉ બાદશાહોમાં સાથે જોવા મળ્યા હતા. ફિલ્મનું ટ્રેલર પણ થોડા દિવસો અગાઉ રિલીઝ થયું હતુ. આ ગીત રાહત ફતેહ અલી ખાને ગાયું છે. ગીતના સંગીતકાર તનીષ બાગચી છે અને શબ્દો મનોજ મુંતશિરે લખેલા છે. આ ગીત અનિલ કપૂર, શ્રીદેવીની ફિલ્મ જુદાઈની યાદ તાજી કરી દેશે. અજયની આ ફિલ્મ 16 માર્ચના રોજ રિલીઝ થશે.