થયો ખુલાસો, આ કારણે ફિલ્મોમાં સાથે કામ નથી કરતા અજય અને કાજોલ - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • થયો ખુલાસો, આ કારણે ફિલ્મોમાં સાથે કામ નથી કરતા અજય અને કાજોલ

થયો ખુલાસો, આ કારણે ફિલ્મોમાં સાથે કામ નથી કરતા અજય અને કાજોલ

 | 12:25 pm IST

બોલિવુડ સ્ટાર અજય દેવગન અને તેમની પત્ની કાજોલની જોડી બોલિવુડની સુંદર જોડીઓમાંથી એક છે. બંને પતિ-પત્નીએ છેલ્લા ઘણા સમયથી ફિલ્મોમાં સાથે કામ નથી કર્યું. બંનેની કેમિસ્ટ્રી દર્શકોને પસંદ છે પરંતુ ફિલ્મોમાં સાથે ના આવવાનું એક મોટું કારણ છે. અજય દેવગને તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી ફિલ્મોમાં સાથે નજર કેમ નથી આવતા. પોતાની આગામી ફિલ્મનાં પ્રમોશનમાં વ્યસ્ત અજય દેવગને ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, “હું અને કાજોલ અત્યારે કેરિયરનાં એવા પડાવ પર છીએ જ્યાં લવ સ્ટોરી, રોમાન્સ અને એજ ચીલાચાલુ પાત્રો કરવા અમારા માટે યોગ્ય નથી. અમે એક એવા પાત્ર અને ફિલ્મની શોધમાં છીએ જેમાં અમે અમારી હયાતીને સાબિત કરી શકીએ. ઉલ્લેખનીય છે કે કાજોલ અને અજય દેવગને ‘હલચલ’, ‘પ્યાર તો હોના હી થા’, ‘ઇશ્ક’ અને ‘રાજૂ ચાચા’ જેવી ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

નોંધનીય છે કે કેટલાક વર્ષો પહેલા અજયે કાજોલને લઇને એક ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. ફિલ્મ ‘યુ મી ઔર હમ’માં અજય દેવગન નિર્દેશક તરીકે કામ કરી ચુક્યા છે. અજયે એ પણ જણાવ્યું કે, “જો કાજોલને પણ અમે ઑન સ્ક્રીન પર સાથે કેમ નથી દેખાતા તેવુ પુછવામાં આવશે તો તે પણ આ જ જવાબ આપશે. કેમ કે રૂટિન લવ સ્ટોરીવાળી ફિલ્મોમાં કામ કરવું અમારા માટે યોગ્ય નથી.”

કાજોલ અને અજય દેવગને વર્ષ 1999માં લગ્ન કરી લીધા હતા અને બંનેને એક છોકરો અને એક છોકરી છે. અજય દેવગન અત્યારે ફિલ્મ ‘રેડ’નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 16 માર્ચનાં દિવસે રિલીઝ થશે. આ ફિલ્મમાં અજયની સાથે ઇલયાના ડિક્રૂઝ જોવા મળશે.