શાંત જોવા મળતા 'સિંઘમ'ની કામ કરવાની રીત છે આવી - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • શાંત જોવા મળતા ‘સિંઘમ’ની કામ કરવાની રીત છે આવી

શાંત જોવા મળતા ‘સિંઘમ’ની કામ કરવાની રીત છે આવી

 | 6:39 pm IST

બોલિવુડમાં દરેક પ્રકારનાં પાત્ર દ્વારા દર્શકોનાં દિલ જીતી લેનારા અભિનેતા અજય દેવગન તેમના કેરિઅરથી સંતુષ્ટ છે. તેમનું કહેવું છે કે તેમણે પોતાની શર્તો પર કામ કર્યું છે. અજય દેવગને એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે, “હું જે કંઇપણ કરું છું મારી શરતોને આધારે કરું છું અને હું આ જ ઇચ્છું છું.” ‘ફૂલ ઔર કાંટે’ ફિલ્મથી બોલિવુડમાં પગ જમાવનારા અજય દેવગને એક્શન, રોમાંસ, કૉમેડી અને ડ્રામા દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ ‘દિલવાલે’, ‘હમ દિલ દે ચુકે સનમ’, ‘કંપની’, ‘ઓમકારા’ અને ‘યુવા’ની સાથે ‘ગોલમાલ’ અને ‘સિંઘમ’ જેવી ફિલ્મોમાં તેમનાં અભિનયનાં ભારે વખાણ થયા હતા.

અજયની આગામી ફિલ્મ ‘રેડ’ મની લૉન્ડ્રિંગ પર આધારિત છે. ઘણા પ્રકારનાં પાત્રોમાં કામ કર્યા વિશે પુછવામાં આવતા તેમણે કહ્યું, “દરેક કામ મુશ્કિલ છે. લોકોને હસાવવું અને તેઓ તમારા માટે કંઇક અનુભવે તે થોડુક મુશ્કિલ છે. એક અભિનેતા હોવાના કારણે તમે કઇ શૈલીમાં કામ કરી શકો છો તે વિશે વધારે વિચારતા નથી.”

‘રેડ’ ફિલ્મમાં અજય દેવગન ઉત્તરપ્રદેશનાં એક આયકર અધિકારીની ભૂમિકામાં છે. 1999માં અજય દેવગનના ઘરે પણ રેડ પડી ચુકી છે. અજયને વિશ્વાસ છે કે આ ફિલ્મ આયકર વિભાગમાં કામ કરતા લોકોનાં વિશે જાણવામાં મદદ કરશે. અજયે કહ્યું કે, ” ફિલ્મમાં હું વધારે મૌન હોઉં છું અને મારા વિશે વધારે કોઇ નથી જાણતું. આ પ્રકારનાં અધિકારી પોતાનું કામ કરતા રહે છે અને આપણે અન્ય લોકો વિશે વાત કરતા રહીએ છીએ અને તે લોકો પ્રસિદ્ધ થઇ જાય છે.”

રાજકુમાર ગુપ્તા દ્વારા નિર્દેશિત ‘રેડ’ 16 માર્ચનાં દિવસે રિલીઝ થશે.