ધ્યાનથી જોશો અજય દેવગનનો આ Video તો બચી જશો લાખો રૂ.ના કૌભાંડમાં ફસાવાથી - Sandesh
NIFTY 10,561.60 +35.40  |  SENSEX 34,419.86 +88.18  |  USD 65.7250 +0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ધ્યાનથી જોશો અજય દેવગનનો આ Video તો બચી જશો લાખો રૂ.ના કૌભાંડમાં ફસાવાથી

ધ્યાનથી જોશો અજય દેવગનનો આ Video તો બચી જશો લાખો રૂ.ના કૌભાંડમાં ફસાવાથી

 | 4:02 pm IST

મુંબઈ પોલીસે ફિલ્મ અભિનેતા અજય દેવગણને સાઈબર અપરાધીઓની વિરુધ્ધ પ્રચાર કરવા માટે પોતાનો ચેહરો બનાવ્યો છે. આ મામલે અજય દેવગણ પોલીસ કમિશનર દત્તાત્રય પડસલગીકર મળ્યો.

લોકો સાયબર અપરાધનો ભોગ ન બને એ માટે મુંબઈ પોલીસની તરફથી એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં અભિનેતા લોકોને અપીલ કરી રહ્યો છે કે જે તમારી પાસે કોઈ પોતાને બેંકનો કર્મચારી કહી કોલ કરે અને તમારા કાર્ડ બ્લૉકના નામ પર તમારો ઓપીટી, સીવીવી, પાસવર્ડ વગેરે માંગે તો તમે બિલકુલ પણ ન આપતા.

પોલીસ ટ્વિટર તેમજ અન્ય સોશયલ મીડિયાના માધ્યમથી પણ લોકોને સતર્ક રહેવાની સૂચના આપી રહી છે કે તમે તમારા બેંક અકાઉન્ટ નંબર, આધાર કાર્ડ, પેન કાર્ડની પણ ડિટેલ કોઈ અજાણ્યાને ના આપી દેતા. આ મામલે પોલીસે શુક્રવારે સાઈબર હેલ્પ લાઈન નંબર 9820810007 પણ જાહેર કર્યો છે.