અજય દેવગણે પઠાણી સૂટ પહેરી રઇસનું પ્રમોશન કર્યું! 

276

સલમાન ખાને પોતાની રીતે શાહરુખ ખાનની આગામી ફિલ્મ રઇસનું પ્રમોશન શરૂ કરી દીધું છે. હવે એમાં અજય દેવગણ પણ સામેલ થઇ ગયો છે. અજય હાલ રઇસનું પ્રમોશન પઠાણી સૂટ પહેરીને કરી રહ્યો છે. અજય દેવગણે એક હોટેલની લોન્ચ ઇવેન્ટ દરમિયાન સફેદ રંગનો પઠાણી સૂટ પહેર્યો હતો. વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ ફિલ્મ દરમિયાન અજયે પઠાણી સૂટને ખૂબ જ સપોર્ટ કર્યો હતો. લાંબા સમય બાદ અજય દેવગણ પઠાણી સૂટમાં જોવા મળતાં ચર્ચાનો વિષય બની ગયો છે. પઠાણી સૂટની ડિમાન્ડને પગલે પઠાણી સૂટ બનાવનાર ટેલરોનું કામ વધી ગયું હોવાના અહેવાલ છે. ફિલ્મ રઇસને કારણે પઠાણી સૂટ ફરી એકવાર ફેશનમાં આવી ગયા છે.