Ajay Devgn reacts on JNU issue, Taanaji the Unsung and Chhapaak
  • Home
  • Entertainment
  • Bollywood
  • JNU હિંસા પર આખરે અજય દેવગને તોડ્યું મૌન, ફિલ્મ રિલીઝ થતા જ આપ્યું મહત્વનું નિવેદન

JNU હિંસા પર આખરે અજય દેવગને તોડ્યું મૌન, ફિલ્મ રિલીઝ થતા જ આપ્યું મહત્વનું નિવેદન

 | 10:07 pm IST

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી(JNU) માં થયેલ હિંસાના વિરોધમાં લેફ્ટ વિદ્યાર્થીઓના પ્રદર્શન વચ્ચે બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પહોંચી હતી. ત્યારે બાદથી કેટલાક લોકો તેની ફિલ્મ ‘છપાક’નો વિરોધ કરી રહ્યા છે અને ફિલ્મ વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે.

‘છપાક’ બદલે આ લોકો અજય દેવગનની ફિલ્મ ‘તાનાજી: દ અનસંગ વોરિયર’ જોવાની અપીલ કરી રહ્યા છે. જોકે હવે આ વચ્ચે અજય દેવગને આ સંપૂર્ણ વિવાદને શાંત કરવાની કોશિશ કરી છે અને બંને ફિલ્મો સારી છે અને લોકોએ બંને ફિલ્મો જોવી જોઈએ એવું નિવેદન આપ્યું છે. આપને જણાવી દઈએ કે અજય દેવગનની ફિલ્મ તાનાજી 10 જાન્યુઆરી એટલે કે શુક્રવારે રિલીઝ થઈ છે. અજયે ટ્વિટ કરીને લખ્યું કે,‘મેં હમેશાથી કોશિશ કરી છે કે આપણે યોગ્ય અને સાચા તથ્યોની રાહ જોવી જોઈએ. હું દરેકથી અપીલ કરું છું કે આપણે શાંતિ અને ભાઈચારાની ભાવનાને આગળ વધારીએ. એમાં કોઈ બેદરકારી ન રાખવી જોઈએ.’

આપને જણાવી દઈએ કે 5 જાન્યુઆરીએ JNU કેમ્પસમાં મારપીટ અને સર્વર રૂમમાં તોડફોડ થઈ હતી. આ હિંસામાં કેટલાક વિદ્યાર્થી ઘાયલ થયા હતા. આ ઘટના બાદથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યા છે. આ પ્રદર્શન દરમિયાન થોડા દિવસ પહેલા દીપિકા પાદુકોણ તેની ફિલ્મ છપાકની રજૂઆત પહેલા વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે JNU પહોંચી હતી. પરંતુ ત્યાર બાદથી કેટલાક લોકો તેની ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. દીપિકાની ફિલ્મ છપાક પણ 10 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થઈ છે. 

આ વીડિયો પણ જુઓ: કાશીથી પ્રિયંકા ગાંધીના પ્રહાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન