અજય દેવગન અને રણદીપ હુડ્ડા વચ્ચે 'સારાગઢી'નું યુદ્ધ, કોણ જીતશે જાણી લો તમે પણ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • અજય દેવગન અને રણદીપ હુડ્ડા વચ્ચે ‘સારાગઢી’નું યુદ્ધ, કોણ જીતશે જાણી લો તમે પણ

અજય દેવગન અને રણદીપ હુડ્ડા વચ્ચે ‘સારાગઢી’નું યુદ્ધ, કોણ જીતશે જાણી લો તમે પણ

 | 11:18 am IST

રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘સારગઢી’થી પ્રથમ લુકને રિલીઝ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા રણદીપ હુડા ભજવી રહ્યો છે અને તે વાતમાં કોઇ બેમત નથી કે, રણદીપ આ ફિલ્મમાં પણ પોતાનું સો ટકા પરફોર્મન્સ આપશે. તમને જણાવી દઇએ કે, આ ફિલ્મ ‘સારદઢી’નાં યુદ્ધ પર આધારિત ફિલ્મ છે.

આ જ યુદ્ધ પર અજય દેવગન પણ ફિલ્મ બનાવી રહ્યો છે, હમણા થોડા દિવસો પહેલા જ અજયે આ ફિલ્મનું એક પોસ્ટર પણ રિલીઝ કર્યુ હતું. ફિલ્મ 2017માં દિવાળી પર રિલીઝ કરવામાં આવશે. પરંતુ રાજકુમાર સંતોષી એક જ ટોપિક પર શામાટે ફિલ્મ બનાવી રહ્યાં છે. તે તો જાણવાનું રહ્યું.

નોંધનિય છે કે, કેટલાક દિવસો પહેલા રાજકુમાર સતોષી અને સલમાન ખાનની ફિલ્મ ખુબ જ ચર્ચાઓનાં વંટોળમાં હતી. ખબર હતી કે, રાજકુમાર સંતોષી, સલમાન ખાનને લઇને એક લવ સ્ટોરી બનાવી રહ્યાં છે. આ ફિલ્મને અતુલ અગ્નિહોત્રી પ્રોડ્યૂસ પણ કરી રહ્યાં હતાં. આ ફિલ્મમાં સલમાનની સાથે કેટરીના કેફ પણ હતી. પરંતુ રાજકુમાર સંતોષીએ સમય પર ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કર્યુ નહી. જેના કારણે સલમાન ખાને ખુબ જ નારાજગી વ્યક્ત કરી અને હવે તે ફિલ્મ કોઇ બીજા નિર્દેશક ડાયરેક્ટર કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન