Ajaz patel may take highest bidding price in ipl mega auction
  • Home
  • Sports
  • Cricket
  • IPL મેગા ઓક્શનમાં આ ક્રિકેટર પર પૈસાનો વરસાદ થશે?

IPL મેગા ઓક્શનમાં આ ક્રિકેટર પર પૈસાનો વરસાદ થશે?

 | 1:56 pm IST
  • Share

  • આવતા વર્ષે IPLની મેગા ઓક્શન થશે

  • ટેસ્ટ મેચમાં 10 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો

  • આ પ્લેયરની બોલી ખૂબ ઉંચી લાગી શકે છે

IPL એ વિશ્વની સૌથી વધુ જોવામાં આવતી મેચ છે. આવતા વર્ષે IPLની મેગા ઓક્શન થવા જઈ રહી છે. મેગા ઓક્શનમાં તમામની નજર ન્યુઝીલેન્ડના ઘાતક સ્પિનર​એજાઝ પટેલ પર રહેશે. આ અનુભવી ખેલાડીએ ભારત સામેની બીજી ટેસ્ટ મેચમાં 10 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે. IPL મેગા ઓક્શનમાં આ ખેલાડી પર કરોડોની બોલી લાગી શકે છે. હાલમાં જ બે ટીમો એજાઝને તેમના કેમ્પમાં સામેલ કરવા માંગે છે.

એજાઝે ઈતિહાસ રચ્યો

ન્યુઝીલેન્ડના રહસ્યમય સ્પિનર એજાઝ પટેલે ભારત સામે ચાલી રહેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની તમામ 10 વિકેટો લીધી હતી. આ ખતરનાક બોલર સામે કોઈ ભારતીય બેટ્સમેન ટકી શક્યો નહોતો. એજાઝ ટેસ્ટ મેચની એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લેનારો ત્રીજો બોલર બની ગયો છે. તેના પહેલા ભારતના અનિલ કુંબલેએ પાકિસ્તાન સામે 10 અને ઈંગ્લેન્ડના જિમ લેકરે ઓસ્ટ્રેલિયા સામે 10 વિકેટ ઝડપી હતી. એજાઝનું આવું ખતરનાક પ્રદર્શન જોઈને આઈપીએલ મેગા ઓક્શનમાં તેના પર પૈસાનો વરસાદ થઈ શકે છે. તેમની બોલી ખૂબ ઉંચી લાગી શકે છે.

આ 3 ટીમો ટારગેટ કરી શકે છે

1. આરસીબી
RCB દ્વારા જાહેર કરવામાં આવેલી IPL રિટેન્શનની યાદીમાં 3 ખતરનાક ખેલાડીઓના નામ છે. નંબર વન પર પૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીને 15 કરોડ રૂપિયામાં જાળવી રાખવામાં આવ્યો છે. બીજા નંબર પર ઝડપી બેટિંગ માટે પ્રખ્યાત ગ્લેન મેક્સવેલને 11 કરોડમાં પસંદ કરવામાં આવ્યો છે અને ત્રીજા ખેલાડી માટે RCB ટીમે ઘાતક બોલર મોહમ્મદ સિરાજની પસંદગી કરી છે. RCB ટીમે કોઈ સ્પિનરને રિટેન કર્યો નથી. BCCI સેક્રેટરી જય શાહ પહેલેથી જ કહી ચૂક્યા છે કે IPL 2022 ભારતમાં રમાશે અને ભારતીય પિચો હંમેશા સ્પિનરો માટે મદદરૂપ રહી છે. આવી સ્થિતિમાં, એજાઝની ખતરનાક રમતને ધ્યાનમાં રાખીને, RCBની ટીમ ચોક્કસપણે તેને જાળવી રાખવા માંગશે. તે RCB ટીમ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

2.મુંબઈ ઈન્ડિયન્સ
મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલમાં ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે. મુંબઈની ટીમને પાંચ વખત એવાર્ડ અપાવનાર રોહિત શર્માને 16 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે. બીજી તરફ, યોર્કર કિંગ જસપ્રિત બુમરાહને 12 કરોડમાં, સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને 8 કરોડમાં અને ઘાતક ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડને 6 કરોડમાં રિટેન કરવામાં આવ્યો છે. મુંબઈની ટીમે પણ કોઈ સ્પિનરને રિટેન કર્યો નથી. એજાઝ મુંબઈ માટે સ્પિનરોની અછતને પુરી કરી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સનું હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમ છે જ્યાં એજાઝ પટેલે 10 વિકેટ લીધી છે. આ ઘાતક સ્પિનર ​મુંબઈની ટીમ માટે ઘણો ઉપયોગી સાબિત થઈ શકે છે. મુંબઈની ટીમ મોટા ખેલાડીઓને ખરીદવા માટે જાણીતી છે. આવી સ્થિતિમાં એજાઝ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા જોવા મળી શકે છે.

3. અમદાવાદની ટીમ
CVC કેપિટલે અમદાવાદની ટીમની માલિકી રૂ. 5166 કરોડમાં મેળવી લીધી છે. તેમના માટે સૌથી મોટો પડકાર ખેલાડીઓને નવેસરથી પસંદ કરવાનો રહેશે. કિવિ બોલરના પ્રદર્શનને જોતા અમદાવાદની ટીમ ચોક્કસપણે તેને પોતાની ટીમમાં સામેલ કરવા ઈચ્છશે. એજાઝ છેલ્લી ઓવરોમાં ખૂબ જ ખતરનાક બોલિંગ કરે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો