Ind vs Eng: આંજિક્ય રહાણેએ માની ભૂલ, કહ્યું- 'આ કારણે ભારત હાર્યું સિરીઝ' - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • Ind vs Eng: આંજિક્ય રહાણેએ માની ભૂલ, કહ્યું- ‘આ કારણે ભારત હાર્યું સિરીઝ’

Ind vs Eng: આંજિક્ય રહાણેએ માની ભૂલ, કહ્યું- ‘આ કારણે ભારત હાર્યું સિરીઝ’

 | 3:09 pm IST

ભારતીય ક્રિકેટ ટીમના ઉપ કેપ્ટન અજિંક્ય રહાણેએ કહ્યું કે, હાલ ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલ સિરીઝમાં બેટ્સમેનોએ અમારા બોલરોને નિષ્ફળ બનાવી દીધા. ભારતીય ટીમ બોલરો આગળ ઘણી વાર ઓલઆઉટ થઇ અને પરિણામ સ્વરૂપે સિરીઝમાં 3-1થી લીડ બનાવી લીધી.

પોતાના કરિયરની 50મી ટેસ્ટ મેચ રમવાના કિનારા પર ઉભેલ રહાણેએ કહ્યું કે સંયમ ઇંગ્લેન્ડમાં સફળ થવા માટે ખુબ જ જરૂરી છે. પછી ભલે તમે બેટિંગ કરી રહ્યા હોવ કે બોલિંગ. તમારે એક જ સ્થાને લાંબા સમય સુધી બોલિંગ કરવાની હોય છે. હોઇ શકે છે કે, એક બેટ્સમેન તરીકે તમારે લાંબા સમય સુધી બોલને છોડવો પડી શકે છે. અમને ખુબ જ ખોટૂ લાગી રહ્યું છે કે, અમારા બોલરોએ સારી બોલિંગ કરી, પરંતુ અમે એક બેટિંગ ઓર્ડરમાં મદદ કરી શક્યા નહી. જ્યારે તમે પ્રવાસ પર હોવ છો ત્યારે ખુબ જ મહેનત કરો છો અને સારી તૈયારીઓ કરો છો. જો એક વિભાગ જ્યારે સારૂ પ્રદર્શન કરે છે તો ત્યારે બીજાની જવાબદારી બને છે કે તેનો બચાવ કરે.

રહાણેએ કહ્યું કે, મેં પણ અહિંયા વધારે રન બનાવ્યા નહી, પરંતુ મેં બે મેચોમાં 50 અને 80 રનથી વધારેનો સ્કોર બનાવ્યો. મારા બેટ પર સારી બોલો આવી રહી હતી. બેટિંગ આત્મવિશ્વાસ પર નિર્ભર છે. હું મારી ટીમ માટે કંઇક વધારે કરવાનું ઇચ્છતો હતો અને વધારે કરવા માંગતો હતો. છેલ્લી મેચમાં મેં મારૂ સર્વશ્રેષ્ઠ આપ્યું અને મેં આ માટે ખુબ જ તૈયારીઓ પણ કરી હતી. રહાણેએ કહ્યું કે, વિશ્વની નંબર એક ટીમ આ પ્રવાસને જીત સાથે સમાપ્ત કરવા માંગે છે. રહાણે કહ્યું કે, બેશક અમે આ મેચને જીતવા માંગીએ છીએ.