Ajit Pawar Met BJP MLA Prataprao Govindrao Chikhalikar
  • Home
  • Featured
  • મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ડ્રામા શરૂ, અજિત પવાર કૉંગ્રેસનાં દિગ્ગજને હરાવનાર BJP નેતાને મળ્યા

મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ડ્રામા શરૂ, અજિત પવાર કૉંગ્રેસનાં દિગ્ગજને હરાવનાર BJP નેતાને મળ્યા

 | 11:01 am IST

મહારાષ્ટ્રની રાજનીતિ સતત કરવટ બદલી રહી છે. વિધાનસભામાં ઉદ્ધવ સરકારનાં ફ્લોર ટેસ્ટ પહેલા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપ-મુખ્યમંત્રી અજિત પવારે મુંબઈ સ્થિત પોતાના નિવાસસ્થાન પર નાંદેડથી બીજેપીનાં સાંસદ પ્રતાપ ચિખલીકર સાથે મુલાકાત કરી. આ મુલાકાતને લઇને પ્રદેશની રાજકીય ગલીઓમાં અટકળોનો સમય શરૂ થઈ ગયો છે. જણાવી દઇએ કે આ એ જ પ્રતાપ ચિખલીકર છે, જેમણે લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસનાં દિગ્ગજ અશોક ચવ્હાણને તેમના ગઢમાં હરાવ્યા હતા.

ઉદ્ધવ સરકારે 2 વાગ્યે વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો છે

નાંદેડથી બીજેપી સાંસદ પ્રતાપ ચિખલીકરે અજિત પવાર સાથે એવા સમયે મુલાકાત કરી છે, જ્યારે શિવસેનાની આગેવાનીવાળી પ્રદેશ સરકારને વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો છે. જાણકારી પ્રમાણે ઉદ્ધવ સરકારે બપોર બાદ લગભગ 2 વાગ્યે વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો છે. આવામાં બીજેપી સાંસદ અને અજિત પવારની વચ્ચે થયેલી મુલાકાતનાં રાજકીય પાસાંઓ નીકાળવામાં આવી રહ્યા છે.

અજિત પવારે મુલાકાતને ગણાવી ‘શિષ્ટાચાર ભેટ’

પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે કે અજિત પવારની નારજગી હજુ પણ જેમની તેમ છે. ઉલ્લેખનીય છે કે ઉદ્ધવની સાથે જે લોકોએ શપથ લીધા તેમા અજિત પવારનું નામ સામેલ નહોતુ. બીજેપી સાંસદ સાથે મુલાકાત બાદ અજિત પવારે સ્પષ્ટતા આપી છે. તેમણે આ મુલાકાતને શિષ્ટાચાર ભેટ ગણાવી છે. તેમણે કહ્યું કે, “આ ફક્ત શિષ્ટાચાર ભેટ હતી. મને અનેક દળોનાં નેતા મળ્યા છે. બારામતીનાં લોકો જાણે છે કે અજિત પવાર ક્યાં છે.”

અજિત પવારે પોતાના ઉપ-મુખ્યમંત્રી પદ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, “પાર્ટી તેમને જે જવાબદારી આપશે તે ગ્રહણ કરવામાં આવશે.” તેમણે તેવું પણ કહ્યું છે કે, “સંજય રાઉતે જે 170નો આંકડો કહ્યો છે ત્યાં સુધી અમે જરૂર પહોંચીશું.”

આ વિડીયો પણ જુઓ: ‘સંદેશ ન્યૂઝ’ના સવાલોથી પ્રેસ કોન્ફરસ કરતા ભાગ્યા અસિત વોરા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન