Ajun Kapoor Hide His New Look With Black Mask
  • Home
  • Featured
  • Photos: અર્જુન કપૂરે મોઢા પર પહેર્યો બ્લેક માસ્ક, છુપાવ્યો ‘પાનીપત’ ફિલ્મ માટેનો નવો લૂક

Photos: અર્જુન કપૂરે મોઢા પર પહેર્યો બ્લેક માસ્ક, છુપાવ્યો ‘પાનીપત’ ફિલ્મ માટેનો નવો લૂક

 | 1:26 pm IST

બોલીવુડમાં અત્યારે અર્જુન કપૂર અને મલાઇકા અરોરાનાં અફેરની ચર્ચાઓ ચાલી રહી છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર બંને જલ્દી લગ્ન કરી શકે છે. રવિવારે સાંજે અર્જુન કપૂરની કેટલીક નવી તસવીરો વાયરલ થઈ હતી. આ તસવીરોને લઇને અર્જુન કપૂર ફરી ચર્ચામાં છે. અર્જુન કપૂર ડાયરેક્ટર આશુતોષ ગોવારિકરની ઑફિસે સ્પૉટ થયો હતો, પરંતુ તેને ઓળખવો મુશ્કેલ હતો, કેમ કે તેણે તેના ચહેરા પર બ્લેક માસ્ક પહેરેલો હતો.

સાથે જ અર્જુન કપૂરે રેડ હુડી અને બ્લેક ચશ્મા પહેર્યા હતા જેના કારણે તેને ઓળખવો મુશ્કેલ હતો. સૂત્રોનાં જણાવ્યા અનુસાર અર્જુન કપૂર પોતાની અપકમિંગ ફિલ્મ ‘ઇન્ડિયાઝ મૉસ્ટવૉન્ટેડ’નું શૂટિંગ પૂર્ણ કર્યા પછી આશુતોષ ગોવારિકરની ‘પાનીપત’ ફિલ્મમાં લીડ રૉલમાં જોવા મળશે. આ ફિલ્મમાં અર્જુન કપૂરનો રૉલ ઘણો જ અલગ હશે. એક્ટર અને ડાયરેક્ટરે નક્કી કર્યું છે કે તેના લૂકને છુપાયલો રાખવામાં આવે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા મલાઇકાનાં બર્થડે પર અર્જુનની તસવીરો વાયરલ થઈ હતી.