Akash Ambani and Shloka Mehta Wedding Cards Video Viral
  • Home
  • Business
  • આકાશ અંબાણી-શ્લોકા મહેતાના લગ્નનું મ્યુઝિકલ કાર્ડ, આ થીમ પર છે આધારીત

આકાશ અંબાણી-શ્લોકા મહેતાના લગ્નનું મ્યુઝિકલ કાર્ડ, આ થીમ પર છે આધારીત

 | 7:46 pm IST

દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ તેમના પુત્ર આકાશ અંબાણીના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નનું પહેલું કાર્ડ અર્પિત કરવામાં આવ્યું છે. હવે મુકેશ અંબાણી અને પત્ની નીતા અંબાણી લગ્નમાં હાજર રહેવા માટે મહેમાનોને આમંત્રણ આપશે.

કેટલાક મહેમાનોએ સોશિયલ મીડિયા પર આ કાર્ડનો વીડિયો અને તસવીરો શેયર કરી છે. ઇશા અંબાણીની જેમ આકાશ અને શ્લોકાના લગ્નની આમંત્રણ પત્રિકા પણ ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. આ કાર્ડ રાધા અને કૃષ્ણની થીમ પર આધારીત છે. કાર્ડને ખોલતા જ તેમા એક ભજનની ધૂન સંભળાય છે. બીજા લેવલ પર તેમને રાધા અને કૃષ્ણની એક શાનદાર ફ્રેમ દેખાય છે. દરેક લેવલ પર રાધા અને કૃષ્ણની લીલાની સુંદર તસવીરો સાથે લગ્નની વિગતો મળે છે. આ કાર્ડમાં સૌથી ખાસ છે ઉપયોગમાં લેવામાં આવેલ હેંડરાઇટિંગ ફોન્ટવાળા મેસેજ. આ કાર્ડનો વીડિયો ઝડપી રીતે વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટ મુજબ આકાશ અને શ્લોકાના લગ્નમાં કેટલાક બોલિવુડ સેલિબ્રિટી, નેતાઓ અને બિઝનેસમેન સામેલ થશે. જોકે આ કાર્ડની વાસ્તવિક કિંમત વિશે હાલ કોઈ માહિતી નથી.

રિપોર્ટ મુજબ આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન 9મી માર્ચે મુંબઈ ખાતે સ્થિત જિયો વર્લ્ડ સેન્ટર પર થશે. જ્યારે ગત વર્ષે જુલાઈમાં તેમની સગાઈ થઈ હતી. આ બન્ને બાળપણના મિત્ર છે. આ પહેલા 24મી માર્ચે ગોવામાં બન્નેની પ્રી-એંગેજમેન્ટ સેરેમની યોજાઈ હતી. જ્યાં માત્ર ખાસ દોસ્ત અને સંબંધીઓ હાજર રહ્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.