આકાશ અંબાણી બોલિવૂડની આ હોટ અભિનેત્રીને કરી રહ્યો છે 'ડેટ' - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • આકાશ અંબાણી બોલિવૂડની આ હોટ અભિનેત્રીને કરી રહ્યો છે ‘ડેટ’

આકાશ અંબાણી બોલિવૂડની આ હોટ અભિનેત્રીને કરી રહ્યો છે ‘ડેટ’

 | 12:16 pm IST

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન અને દેશનાં સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો પુત્ર આકાશ અંબાણી હાલમાં જોરદાર ચર્ચમાં છવાયેલો છે. આકાશ, મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો મોટો પુત્ર છે. હાલમાં તે રીલાયન્સ રિટેઇલ અને જીયોનાં બોર્ડ ઓફ ડિરેક્ટરમાં શામેલ છે. તમને જાણીને નવાઇ લાગશે કે, આકાશ કોઇ બિઝનેસ ડીલ માટે નહી પણ તેના અફેરનાં કારણે ચર્ચામાં છે. ચર્ચા સેવાઇ રહી છે કે, આકાશ અંબાણી બોલિવૂડની એક હોટ અભિનેત્રીના પ્રેમમાં પડી ગયો છે અને તે તેને ડેટ પણ કરી રહ્યો છે.

તમને પણ જાણીને આશ્ચર્ય થશે કે, આ હોટ અભિનેત્રી બીજી કોઇ નહી પરંતુ કેટરીના કેફ છે. જી હા, હાલમાં બીગ બીએ દિવાળીની પાર્ટી આપી હતી. જ્યાં આકાશ અને કેટરીના સાથે એક જ કારમાં પહોંચ્યા હતા. સમગ્ર પાર્ટીમાં તેઓ એકબીજાનાં હાથમાં હાથ નાંખીને ફરતા નજર આવ્યા હતા. માત્ર આટલુ જ નહી તેઓ પાર્ટીમાં એક જ પ્લેટમાં જમ્યા પણ હતા.

katrina-akash
નોંધનિય છે કે, કેટરીના મુકેશ અંબાણીનાં નિવાસસ્થા એન્ટિલિયામાં યોજાયેલી ઘણી પાર્ટીઓમાં હાજર રહી છે. પરંતુ આકાશ અંબાણી સાથે તે પ્રથમવાર જોવા મળી છે. જો કે બંન્નેમાંથી કોઇએ તેમના આ અફેરની ચર્ચા અંગે સ્પષ્ટતા કરી નથી. કેટરીનાનું નામ આ પહેલા પણ બોલિવૂડનાં ગણા સ્ટાર સાથે જોડાઇ ચૂક્યુ છે. હાલમાં થોડા સમય પહેલા જ તેનુ અભિનેતા રણબીર કપૂર સાથે બ્રેક અપ થઇ ગયુ હોવાના અહેવાલ આવ્યા હતાં.