આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઇની તારીખ જાહેર, આ દિવસે ખાશે ગોળ-ધાણા! - Sandesh
  • Home
  • Business
  • આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઇની તારીખ જાહેર, આ દિવસે ખાશે ગોળ-ધાણા!

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઇની તારીખ જાહેર, આ દિવસે ખાશે ગોળ-ધાણા!

 | 10:14 am IST

કહેવાય છે કે, સંબંઘો સ્વર્ગમાં બને છે અને જમીન પર તેને ઉતારવામાં આપણે સૌ એક માધ્યમ માફક કામ કરીએ છીએ. દરેક લગ્ન પોતાનામાં ખાસ હોય છે. પરંતુ જે લગ્નની વાત અમે કરવા જઇ રહ્યા છીએ તે દેશનાં સૌથી મોટા ઉદ્યોગપતિ અંબાણી પરિવારના દરેક પક્ષને જાણવાની ઉત્સુક્તા સામાન્ય માણસથી લઇ ખાસ લોકોમાં રહે છે.

ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ગ્રુપનાં માલિક મુકેશ અંબાણીનો મોટો પુત્ર આકાશ અંબાણીના વૈવાહીક જીવનની શરૂઆત થવા જઇ રહી છે. સૂત્રો અનુસાર અનુમાન કરવામા આવી રહ્યું છે કે, આકાશ અંબાણી અને હીરા કારોબારી રસેલ મહેતાની નાની દીકરી શ્લોકા મહેતાનું સગપણ માર્ચના અંતમાં મુંબઇની ઓબેરોય હોટલમાં નક્કી થશે અને લગ્ન નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનામાં થશે.

આકાશ અને શ્લોકાને તે વખતે સાથે દેખવામાં આવ્યા હતા, જ્યારે કર લો દુનિયા મુટ્ઠી મેં સ્લોગન સાથે અને દુનિયાને જિયોનાં માધ્યમથી મુકેશ અંબાણી ભેટ આપી રહ્યા હતાં. આકાશ, મુકેશ અંબાણીનો મોટો દીકરો છે જ્યારે ઇશા અને અનંત અંબાણી જોડીયા ભાઇ-બહેન છે. આકાશ રિલાયન્સ જિયોનાં બોર્ડમાં પણ શામેલ છે. શ્લોકા ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ વર્ષ 2009મા અમેરિકા સ્થિત ન્યૂજર્સીનાં પ્રિંસટન યૂનિવર્સિટીમાં અભ્યાસ કરવા ચાલી ગઇ હતી.

આકાશ દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણીનો સૌથી મોટો દીકરો છે. જ્યારે શ્લોકા હીરાના બિઝનેસમેન રસેલ મહેતાની સૌથી નાની દીકરી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, શ્લોકા મહેતા વ્યવસાયે એન્ટરપ્રેન્યોર છે,વર્તમાનમાં તે હીરા કારોબારથી જોડાયેલા રોઝી બ્લૂ ફાઉન્ડેશનની ડાયરેક્ટર છે. આ સિવાય શ્લોકા ConnectForની પણ કો-ફાઉન્ડર છે. આ સંસ્થા એનજીઓને વોલિઅન્ટર્સ સાથે જોડવાનું કામ કરે છે.

સૂત્રોનું માનીએ તો સગાઇની જાહેરાત આવનારા થોડાંક સપ્તાહમાં થઇ શકે છે. અંબાણી અને મહેતા પરિવાર એકબીજાથી પરિચિત છે.