royal weddingakash ambani shloka mehta photos
  • Home
  • Featured
  • Photos: આકાશ અંબાણી-શ્લોકા મહેતાના રોયલ વેડિંગની યાદગાર પળો

Photos: આકાશ અંબાણી-શ્લોકા મહેતાના રોયલ વેડિંગની યાદગાર પળો

 | 9:53 am IST

દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીના ભવ્યાતિભવ્ય લગ્ન શનિવારે યોજાયા હતા. શાહી અંદાજમાં થયેલા આ લગ્ન સમારોહમાં દિગ્ગજ બિઝનેસની હસ્તીઓ, બોલીવુડ, ક્રિકેટ જગતની મશહૂર હસ્તીઓ હાજર રહી હતી. શાદી સમારોહ મુંબઈના બાંદ્રા સ્થિત જિયો વર્લ્ડ સેટરમાં થયો હતો. લગ્નના ફોટાઓ અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયા છે.

આકાશ-શ્લોકાના લગ્ન ભારતીય રીત-રિવાજ સાથે થયા હતા.લગ્નનો સમારોહ 3 દિવસ ચાલશે. ફોટાઓમા પુત્રના લગ્નમાં મહાલતી માતા નીતા અંબાણી આકાશ અંબાણીના ઓવારણા લઈ રહ્યા હતા. આ ખાસ પળ આખા પરિવાર માટે ખુબજ યાદગાર છે. બહેન ઇશા તેના ભાઈની સાથે મસ્તી કરતી નજરે ચડી હતી.

આ પ્રસંગે કાકા અનિલ અંબાણી તેની પત્ની ટીના અંબાણી તેના બે પુત્રો હાજર રહ્યા હતા. દેશી-વિદેશી મહેમાનો વચ્ચે આ કપલે પ્રભુતામાં પગલા પાડ્યા હતા અને સાત ફેરા લીધા હતા. આકાશ અને શ્લોકા આ તમામ ફંક્શનમાં ખુબજ રોયલ લાગતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન