akash ambani shloka mehta wedding reception akshay kumar meets rekha
  • Home
  • Photo Gallery
  • આકાશ-શ્લોકાના રીસેપ્શનમાં ખિલાડી અક્ષયને મળી રેખા, ટ્વિંકલના આવા હતા રિએક્શન

આકાશ-શ્લોકાના રીસેપ્શનમાં ખિલાડી અક્ષયને મળી રેખા, ટ્વિંકલના આવા હતા રિએક્શન

 | 11:44 am IST

મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નનું રીસેપ્શન યોજાઇ ગયું છે. જેમાં રાજનીતિ, રમત અને બોલીવુડ જગતથી સેલેબ્રિટ્સ આવી હતી. તેમાં અક્ષયકુમાર પત્ની ટ્વિંકલ ખન્ના સાથે રિસેપ્શનમાં પહોંચ્યા હતા. પણ જ્યારે રેખા તેમને મળી, તો પછી ખાસ નજારો જોવા મળ્યો હતો.

સમયના પાક્કા અક્ષયકુમાર સૌથી પહેલા પહોંચનારા મહેમાનોમાં સામેલ હતા. બધાને ખબર છે કે અક્ષય વહેલા સુવા અને સવારે વહેલા ઊઠવામાં માને છે, તેથી બોલીવુડ પાર્ટીઓમાં પણ દેખાતા નથી. પરંતુ આ પાર્ટીને અક્ષય મિસ કરવા માંગતા ન હતા. જેથી સમયસર પહોંચ્યા હતા. જેથી વર-કન્યાને શુભકામના આપી સમયથી ઘરે પહોંચી શકે. અક્ષયને જોતા જ રેખા ખુશી થઈ ગઇ અને તેમની સાથે હાથ મિલાવવા માટે તેમનો હાથ લંબાવ્યો હતો. ત્યારબાદ અક્ષય, રેખા અને ટ્વિંકલે ફોટો માટે જોરદાર પોઝ આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન