Akash Ambani's pre-wedding : Falguni Pathak performance enthrals guests
  • Home
  • Featured
  • Photos: આકાશ-શ્લોકાના લગ્નનું સેલિબ્રેશન, ગરબે ઘુમ્યો અંબાણી પરિવાર

Photos: આકાશ-શ્લોકાના લગ્નનું સેલિબ્રેશન, ગરબે ઘુમ્યો અંબાણી પરિવાર

 | 1:19 pm IST

મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્નનું સેલિબ્રેશન શરૂ થઈ ચુક્યુ છે. આકાશ અંબાણી અને બિઝનેસમેન રસીક મહેતાની લાડકી પુત્રી 9 માર્ચે પરિણય સૂત્રથી બંધાઈ રહ્યા છે. આકાશ અને શ્લોકાની લગ્નની રશ્મો શરૂ થઈ ચુકી છે. સોમવારે રાત્રે મુકેશ અંબાણીની ઘરે એન્ટીલિયામાં મ્યૂઝીકલ નાઈટનું આયોજન કર્યુ છે. ફંક્શનના ફોટાઓ સોશિયલ મીડિયા પર છવાયેલા છે.

આ ફંક્શનમાં ગરબા સિંગર ફાલ્ગુની પાઠકે લાઈવ પરફોર્મન્સ કરી એક અલગ જ સમા બાંધ્યો હતો. કોકિલાબેન અંબાણી અને ટીના અંબાણીએ મ્યૂઝીકલ નાઈટમાં આગળ પડતો ભાગ લીધો અને આ અવસરને આનંદથી વધાવ્યો. થોડા દિવસો પહેલા મુકેશ અંબાણી, નીતા અંબાણી અને તેમનો પુત્ર આકાશ પહેલું કાર્ડ લઈને આમંત્રણ આપવા સિદ્ધિ વિનાયકના દર્શને ગયા હતા અને પહેલું આમંત્રણ આપ્યુ હતુ. તે કાર્ડના ફોટાઓ પણ સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થયા છે.

માતાની લક્ષ્મીની અસીમ કૃપા છે અને જે દુનિયાના ધનાઢ્ય લોકોમાં અગ્રસ્થાન ધરાવે છે તેવા મુકેશ અંબાણીના પુત્રના લગ્ન હોય એટલે સ્વાભાવિક વાત છે કે કોઈ પણ ફંક્શન હોય તે શાનદાર જ રહેવાનું. ડીએમકે અધ્યક્ષ એમકે સ્ટાલિનને આકાશના લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યુ છે.

પુત્રી ઈશાના લગ્નમાં જે રીતે માનવ મહેરામણ ઉમટ્યુ હતુ તેવો જ કંઈક નજારો આપણને એરૃકવાર ફરીથી આકાશના લગ્નમાં જોવા મળશે. આકાશના લગ્ન મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં થશે. લગ્નનો સમારોહ ત્રણ દિવસ સુધી ચાલશે. આકાશ પોતાના મિત્રોને એક ખુબજ ભવ્ય પાર્ટી સ્વિટર્ઝલેન્ડમાં આપવાનો છે આ શાનદાર પાર્ટી 23થી 25 ફેબ્રુઆરીએ યોજાશે. આ પાર્ટીમાં બોલીવુડના સેલિબ્રટીઓ પણ હાજર રહેશે. આ પાર્ટી સ્વિટર્ઝલેન્ડમાં St. Moritz માં યોજાશે.