પૂર્વ ભારતીય ખેલાડીએ કહ્યું, "હું પંડ્યાને મારી ટીમમાં બોલર તરીકે પણ ના લઉં" - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • પૂર્વ ભારતીય ખેલાડીએ કહ્યું, “હું પંડ્યાને મારી ટીમમાં બોલર તરીકે પણ ના લઉં”

પૂર્વ ભારતીય ખેલાડીએ કહ્યું, “હું પંડ્યાને મારી ટીમમાં બોલર તરીકે પણ ના લઉં”

 | 12:11 pm IST

ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ પછી ઇંગ્લેન્ડનાં પ્રવાસે જશે. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની અગ્નિ પરીક્ષા થશે. ટેસ્ટ સીરીઝ પહેલા ભારતીય ટીમ આયરલેન્ડ સામે 2 ટી-20 મેચ રમશે. ત્યારબાદ ભારત ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની ટી-20 અને 3 મેચની વનડે સીરીઝ રમશે. ત્યારબાદ ભારત ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સીરીઝ રમશે.

જો કે ભારતીય ટીમની પસંદગીને લઇને ઘણા સવાલો ઉભા થયા છે. પૂર્વ ભારતીય ખેલાડી અને હાલમાં કોમેન્ટેટરની ભૂમિકા નીભાવી રહેલા આકાશ ચોપડાનું માનવું છે કે હાર્દિક પંડ્યાને ટીમમાં સમાવવો યોગ્ય નથી. આકાશ ચોપડાએ કહ્યું કે જો આફ્રિકાનાં પ્રવાસને ધ્યાનમાં લેવામાં આવે તો પંડ્યાએ એક મેચમાં જ સારું પ્રદર્શન કર્યું હતુ, જેમાં તેણે 93 રન ફટકાર્યા હતા. આ સિવાય તે પોતાને ઑલરાઉન્ડર તરીકે સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયો છે.

આકાશ ચોપડાએ કહ્યું કે, “મારી ટીમમાં હાર્દિક પંડ્યાની જગ્યા નથી. તેણે ખાસ પ્રદર્શન કર્યું નથી. બોલર તરીકે પણ હું તેની પાસે 17-18 ઓવર ના કરાવું. આ કારણે તે ત્રણ મુખ્ય બોલરમાં પણ ના આવી શકે. ભુવી, શમી, બુમરાહ, ઉમેશ અને ઇશાંત હોવાથી હાર્દિકને બોલર તરીકે પણ હું સામેલ ના કરું. હું પંડ્યાની જગ્યાએ એક સ્પિનરને સામેલ કરીશ.”