Akash Chopra's prediction: The tour of Delhi Capitals in IPL 2021 will end today
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ‘આકાશવાણી’માં ભવિષ્યવાણી: IPL 2021માં દિલ્હીનો પ્રવાસ આજે સમાપ્ત

‘આકાશવાણી’માં ભવિષ્યવાણી: IPL 2021માં દિલ્હીનો પ્રવાસ આજે સમાપ્ત

 | 4:49 pm IST
  • Share

  • આજે બીજા ક્વોલિફાયરમાં કોલકાતા અને દિલ્હી આમનેસામને
  •  દિલ્હીનો પ્રવાસ આજે જ સમાપ્ત  થશે: આકાશ ચોપડા
  • શારજાંહના મેદાનમાં દિલ્હી કરશે ભૂલ

આઇપીએલ 2021 પોતાના છેલ્લા તબક્કામાં પહોંચી ગયું છે. બીજા ક્વોલિફાયરમા આજે રાત્રે કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ આમનેસામને હશે. જે ટીમ આ મેચ હારશે તેનો પ્રવાસ અહિંથી જ સમાપ્ત થઇ જશે. જીતનાર ટીમ 15 ઓક્ટોબરે ચેન્નઇ સુપર કિંગ્સ સામે ફાઇનલમાં ટકરાશે.

દિલ્હીએ ટૂર્નામેન્ટના યૂએઇ ચરણમાં પાંચ જીત હાંસલ કરી છે, પરંતુ તેને જે પાંચ મેચ ગુમાવી છે તેમા કેકેઆ વિરૂદ્ધની હાર પણ સામેલ છે અને ટીમ પાસે બદલો લેવા માટે પ્લેઓફથી વધારે સારી તક મળશે નહીં. પરંતુ આકાશ ચોપડાનું માનવું છે કે દિલ્હીનો પ્રવાસ આજે જ સમાપ્ત થઇ જશે.

પૂર્વ ભારતીય સલામી બેટ્સમેન અને પ્રખ્યાત કોમેન્ટેટર આકાશ ચોપડાએ પોતાની યૂટ્યૂબ ચેનલ ‘આકાશવાણી’ પર એક ભવિષ્યવાણી કરી છે. ચોપડાનું માનવું છે કે આજે કેકેઆર જીતશે. જેના પાછળ તેમણે શારજાહના મેદાનને એક મોટું કારણ ગણાવ્યું છે.

શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી શરૂ થનાર મુકાબલામાં દિલ્હી પર વધારે દબાણ હશે જ્યારે સતત જીત બાદ કેકેઆરનો વિશ્વાસ સાતમા આકાશ પર હશે. આકાશ ચોપડાનું માનીએ તો દિલ્હી ફરીથી તે ભૂલ કરશે. ક્વોલિફાયર-1માં ચેન્નઇ વિરૂદ્ધ જ્યારે 180 રન જ્યારે આરામથી બની શક્તા હતા, પરંતુ ઋષભ પંતની ટીમ આવું કરી શકી નહીં અને છેલ્લી ઓવરમાં રબાડાના સ્થાને ટૉમ કરનને બોલિંગ આપી, આવા નિર્ણયો શારજાહ મેદાનમાં યોગ્ય સાબિત થશે નહીં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો