when shloka is entering Akash reaction
  • Home
  • Featured
  • લગ્નમંડપમાં શ્લોકાને વરમાળા સાથે જોઈ આકાશનો ચહેરો ખુશીઓથી ખીલી ઉઠ્યો, Video

લગ્નમંડપમાં શ્લોકાને વરમાળા સાથે જોઈ આકાશનો ચહેરો ખુશીઓથી ખીલી ઉઠ્યો, Video

 | 5:40 pm IST

દેશના દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણીએ પોતાના મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા સાથે ખુબજ ધામધુમથી કર્યા હતા. આ લગ્ન સમારોહમાં બોલીવુડના સિતારાઓથી લઈને ગ્લોબલ લીડર અને વિદેશી મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીના ભવ્યાતિભવ્ય લગ્ન શનિવારે યોજાયા હતા. શાહી અંદાજમાં થયેલા આ લગ્ન સમારોહમાં દિગ્ગજ બિઝનેસની હસ્તીઓ, બોલીવુડ, ક્રિકેટ જગતની મશહૂર હસ્તીઓ હાજર રહી હતી. શાદી સમારોહ મુંબઈના બાંદ્રા સ્થિત જિયો વર્લ્ડ સેટરમાં થયો હતો. લગ્નના ફોટાઓ અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયા છે.

આકાશ અંબાણીને લગ્ન મંડપમાં જ્યારે નવોઢા શ્લોકા મહેતાએ વરમાળા પહેરવવા આવી હતી ત્યારે આકાશે જે એક્સપ્રેશન આપ્યા હતા તેણે સૌ કોઈનું ધ્યાન દોર્યુ હતુ. આકાશ સમગ્ર ફંક્શનમાં ખુબજ ખુશખુશાલ લાગતો હતો. નાના બાળકની જેમ આકાશ મલકાઈ રહ્યો હતો તેને જોનારા સૌ કોઈ તેની માસુમીયતને જોઈને આનંદીત થઈ રહ્યા હતા.

આકાશ-શ્લોકાના લગ્ન ભારતીય રીત-રિવાજ સાથે થયા હતા.લગ્નનો સમારોહ 3 દિવસ ચાલ્યો હતો. ફોટાઓમા પુત્રના લગ્નમાં મહાલતી માતા નીતા અંબાણી આકાશ અંબાણીના ઓવારણા લઈ રહ્યા હતા. આ ખાસ પળ આખા પરિવાર માટે ખુબજ યાદગાર બની રહ્યા હતા. બહેન ઇશા તેના ભાઈની સાથે મસ્તી કરતી નજરે ચડી હતી.

આ પ્રસંગે કાકા અનિલ અંબાણી તેની પત્ની ટીના અંબાણી તેના બે પુત્રો હાજર રહ્યા હતા. દેશી-વિદેશી મહેમાનો વચ્ચે આ કપલે પ્રભુતામાં પગલા પાડ્યા હતા અને સાત ફેરા લીધા હતા.

આકાશ અને શ્લોકા આ તમામ ફંક્શનમાં ખુબજ રોયલ લાગતા હતા. ભારતના સૌથી અમીર વેપારી મુકેશ અંબાણીના પુત્ર આકાશે દિગ્ગજ હિરાના વેપારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે પ્રભુતામાં પગલા પાડ્યા છે. આ લગ્નએ ખુબજ આકર્ષણ જમાવ્યુ હતુ ભારતથી જ નહી વિદેશથી મહેમાનો આ પ્રસંગે હાજર રહ્યા હતા અને નવદંપતિને આશિર્વાદ આપ્યા હતા.

આકાશ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન-એમડી અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી અને મુકેશ અંબાણીના મોટા પુત્ર છે. આકાશ તેની બહેન ઈશા સાથે ખુબજ બોન્ડીંગ ધરાવે છે. બંને વચ્ચે કોઈ વાત સિક્રેટ રહેતી નથી.

વાત જો આકાશના અભ્યાસની કરીએ તો વર્ષ 2009માં આકાશે ધીરૂભાઈ ઈન્ટરનેશનલ સ્કુલથી આઈબી ડિપ્લોમાં પ્રોગ્રામ પૂરો કર્યા પછી વર્ષ 2013માં અમેરિકાની બ્રાઉન યૂનિવર્સિટીમાં બિઝનેસ કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. આકાશ ફક્ત પૈસાના માલિક જ નથી દીલના પણ એટલાજ ધનીક વ્યક્તિ છે. પોતાના કર્મચારીઓના હિતમાં નિર્ણય લે છે. કંપનીમાં યુવા કર્મચારીઓને સારી તકો આપે છે.

આકાશને ફક્ત ક્રિકેટ જોવાનો જ શોખ નથી પણ રમવાનો એટલો જ શોખ છે. આકાશને ક્રિકેટ એટલુ પસંદ છે કે વર્ષ 2008માં ઈન્ડીયન પ્રીમિયર લીગમાં પોતાની ટીમ મુંબઈ ઈન્ડીયન્સની ક્રિકેટ ટીમની કીટ ડિઝાઈન કરવામાં ખુબજ મદદ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન