Akhilesh Assured At Least 50 Seats Sp-Bsp Will Get In Up : Mamta
  • Home
  • Election 2019
  • માયાવતીને મળ્યા બાદ સપા-બસપાને લઈને અખિલેશે કરી જબરદસ્ત ભવિષ્યવાણી

માયાવતીને મળ્યા બાદ સપા-બસપાને લઈને અખિલેશે કરી જબરદસ્ત ભવિષ્યવાણી

 | 9:01 pm IST

એક્ઝિટ પોલ પછી રાજકીય તખતા પર નવા સમીકરણો રચવા ધમધમાટ વધ્યો છે. એક્ઝિટ પોલનાં તારણોએ એનડીએને જંગી બહુમતી સાથે સરકાર રચવાનાં સંકેતો આપ્યા પછી વિરોધપક્ષોને સંગઠિત કરવાની કવાયત તેજ બની છે. લખનઉમાં સપા નેતા અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતી વચ્ચે ભાવિ રણનીતિ ઘડવા માટે 1 કલાક લાંબી મિટિંગ યોજાઈ હતી જેમાં વિપક્ષોની ગઠબંધન સરકાર રચવાની રણનીતિ ઘડવામાં આવી હોવાનું મનાય છે. આ બેઠક બાદ અખિલેશ યાદવે ગઠબંધન કેટલી બેઠકો જીતશે તેને લઈને ભવિષ્યવાણી પણ કરી હતી. 

સપા- બસપા ગઠબંધન આટલી સીટ જીતતી હોવાનો દાવો

વિપક્ષી નેતાઓ જોડતોડની ફિરાકમાં એકબીજાનો સંપર્ક સાધીને ભાજપ અને મોદી સામેનો મોરચો મજબૂત બનાવવા કોશિષ કરી રહ્યા છે ત્યારે મમતા બેનરજીએ કહ્યું હતું કે, અખિલેશ સાથે તેમને ફોન પર વાત થઈ હતી જેમાં અખિલેશે તેમને યુપીમાં સપા- બસપા ગઠબંધન 50 સીટ જીતી રહ્યું હોવાનો અખિલેશે દાવો કર્યો હતો. મમતા અને ચંદ્રાબાબુ નાયડુ વચ્ચે સોમવારે યોજાયેલી બેઠકમાં શું રંધાયું તેની રાહ જોવાઈ રહી છે.

વૈકલ્પિક સરકાર રચવા પ્રતિબધ પક્ષોની યાદી રાષ્ટ્રપતિને સોંપવા વિપક્ષોનો વ્યૂહ

32મીએ પરિણામો જાહેર અને સ્થિતિ થોડીઘણી સ્પષ્ટ થાય કે તરત જ રાષ્ટ્રપતિને મળીને વૈકલ્પિક સરકાર રચવા પ્રતિબધ્ધ હોય તેવા પક્ષોની યાદી રજૂ કરવા વિપક્ષોએ યોજના ઘડી છે. આમ સરકાર રચવા ભાજપની પહેલા જ દાવો કરવાનો તેમનો ઈરાદો છે.

રાહુલ ગાંધી પક્ષનાં વરિષ્ઠ નેતાઓનો અભિપ્રાય લઈ રહ્યા છે

એનડીએને જંગી બહુમતી ન મળે તો કેન્દ્રમાં સરકાર રચવાની તક ઝડપવા મુદ્દે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પક્ષનાં વરિષ્ઠ નેતાઓનો અભિપ્રાય લઈ રહ્યા છે. કોંગ્રેસનાં પ્રવક્તા અશોક સિંહે કહ્યું કે, મીડિયાએ તો ચૂંટણી પહેલા ભાજપની સરકાર બનાવી દીધી. ૨3મીએ પરિણામો પછી અમે ડબલ ડિજિટમાં હોઈશું. દેશમાં ફરી એકવાર કોંગ્રેસની સરકાર બનશે.

ભાજપએ મંગળવારે એનડીએનાં સાથી પક્ષોની બેઠક યોજી

ભાજપએ મંગળવારે એનડીએનાં સાથી પક્ષોની બેઠક યોજી છે. બેઠકમાં ભાજપ પ્રમુખ અમિત શાહ તેમજ પીએમ મોદી પણ હાજર રહેશે. ખાસ કરીને એનડીએને સરકાર રચવા સ્પષ્ટ બહુમતી ન મળે તો અન્ય વિપક્ષોનો ટેકો લેવો કે કેમ તે મુદ્દો બેઠકમાં ચર્ચા થશે.

આ વીડિયો પણ જુઓ

એક્ઝિટ પૉલ પ્રમાણે ફરી એક વાર ચાલ્યો રાષ્ટ્રવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન