ઝટપટ નોંધી લો 'અખરોટ-કાજુ શીરો' બનાવવાની રીત - Sandesh
NIFTY 10,786.80 -19.70  |  SENSEX 35,489.08 +-46.71  |  USD 67.3125 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • ઝટપટ નોંધી લો ‘અખરોટ-કાજુ શીરો’ બનાવવાની રીત

ઝટપટ નોંધી લો ‘અખરોટ-કાજુ શીરો’ બનાવવાની રીત

 | 6:38 pm IST

સામગ્રી
એક કપ અખરોટનો અધકચરો ભૂકો
પા કપ કાજુના ઝીણા ટુકડા
એક ચમચો ઘી
પા કપ સાકર
સજાવટ માટે બે ચમચા પિસ્તાંની કાતરી

રીત
સૌ પ્રથમ સાકરમાં પા કપ પાણી ઉમેરી ઉકાળો. સાકર ઓગળે એટલે બેથી ત્રણ મિનિટ ઉકાળી ગેસ પરથી ઉતારો અને ઠંડું કરો. હવે એક નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરો. એમાં અખરોટનો ભૂકો ઉમેરી ધીમા તાપે ચારથી પાંચ મિનિટ સાંતળો. અખરોટનો રંગ ગોલ્ડન બ્રાઉન થાય એટલે સાકરની તૈયાર કરેલી ચાસણી ઉમેરી મિક્સ કરો. કાજુના ટુકડા ઉમેરી ધીમા તાપે ચારથી પાંચ મિનિટ સુધી સાંતળો. સર્વિંગ બાઉલમાં કાઢી પિસ્તાંની કાતરી ભભરાવો અને ગરમ પીરસો.