‘કોહલી નહી સચિન છે મહાન, જો અત્યાર સુધી રમતા હોત તો 1.30 લાખ રન ફટકાર્યા હોત’

લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયામાં કોહલી અને સચિનમાં બેસ્ટ કોણ તે તેના પર ચર્ચાનો દોર ગરમ થઇ ગયો છે. સચિન તેંદુલકરના નામે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બેટિંગનો સૌથી મોટો રોકોર્ડ છે. ત્યાં જ હાલના સમયમાં કોહલી સૌથી ઝડપી આગળ વધતા સદી અને રનનાં મામલામાં સચિનની નજીક પહોંચી ગયો છે. પાકિસ્તાનના પૂર્ણ ઝડપી બોલર શોએબ અખ્તરે કોહલીની તુલનામાં સચિનને વધુ સારો બેટ્સમેન ગણાવ્યો છે.
પાકિસ્તાનના પૂર્ણ ઝડપી બોલર શોએબ અખ્તરે કહ્યું કે, સચિન તેંદુલકર અને ભારતીય ટીમના હાલના સુકાની વિરાટ કોહલીની તુલના કરવી ખોટું છે. અખ્તરનું માનવું છે કે, સચિને ક્રિકેટના અત્યાર સુધીના સૌથી ખરાબ સમયમાં રમી બેટિંગના નવા કિર્તીમાન બનાવ્યા છે.
જોકે, અખ્તરે કોહલીને હાલના સમયનો બેસ્ટ બેટ્સમેન ગણાવ્યો છે. અખ્તરે કહ્યું કે, સચિને સૌથી મુશ્કેલ સ્પર્ધકો સામે રમ્યા છે અને આ માટે તે કોહલીથી આગળ છે. અખ્તરે કહ્યું,”સચિને ક્રિકેટના સૌથી મુશ્કેલ સમયમાં બેટિંગ કરી છે. જો તેમને હવે તક મળે તો તેઓ 1.30 લાખ રન બનાવતા. માટે સચિન અને કોહલી વચ્ચે તુલના કરવી યોગ્ય નથી.”
અખ્તરે આ સાથે જ જણાવ્યું હતું કે, તે 2003 વિશ્વકપમાં પાકિસ્તાન વિરૂદ્ધ સચિનને સદી ફટકારતા જોવા માંગતો હતો. સચિન તે મેચમાં 98 રન પર અખ્તરના હાથે આઉટ થયો હતો, સેંચુરીયનમાં રમાયેલ આ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.
અખ્તરે કહ્યિં,”હું ખુબ જ દુ:ખી હતો કારણ કે સચિન 98 રન પર આઉટ થયો હતો. તે ખુબ જ સારી અને ખાસ ઇનિંગ હતી.”
આ વીડિયો પણ જુઓ: CMO સચિવ અશ્વિની કુમારનું નિવેદન
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન