akshara singh had openly told the truth of the industry
  • Home
  • Featured
  • અભિનેત્રીએ ખોલી હતી ઈન્ડસ્ટ્રીની પોલ, કહ્યું-બધા મળીને મને એકલી પાડી, પછી મારી વિરુદ્ધમાં…

અભિનેત્રીએ ખોલી હતી ઈન્ડસ્ટ્રીની પોલ, કહ્યું-બધા મળીને મને એકલી પાડી, પછી મારી વિરુદ્ધમાં…

 | 10:46 pm IST

અક્ષરા સિંહ ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. અક્ષરાની જોડી પવન સિંહ સાથે સારી પસંદ કરવામાં આવે છે. થોડા સમય પહેલા અક્ષરાને તેની જિંદગીના મુશ્કેલ સમયનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન અક્ષરા સંપૂર્ણ રીતે એકલી હતી. આવી સ્થિતિમાં અક્ષરાએ પોતાના ફેન્સને ખુલ્લેઆમ કહ્યું હતું કે ભોજપુરી ઈન્ડસ્ટ્રીની સત્ય શું છે. અભિનેત્રીએ કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં તેની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, તે સગાવાદનો શિકાર બની હતી. અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે, એ સમયે કેટલાક એવા કલાકારો પણ હતા જે મારા માટે બોલવા માંગતા હતા પણ તેઓ બોલી શક્યા નહીં કારણ કે અંતે તેમને એ જ લોકો સાથે કામ કરવાનું હતું.

અભિનેત્રીએ વાત કરી કે- જો હું મારા વિશે કહું તો જ્યારે હું ઈન્ડસ્ટ્રીમાં નવી આવી હતી અને જે હીરો સાથે કામ કરતી હતી, તો બાકીના હીરો મારી સાથે કામ કરતા નહોતા માંગતા. તે કહેતા કે, આ તો આની સાથે કામ કરે છે, તેની સાથે કામ કરે છે. તેને હવે કામ મળશે નહીં, હવે ફિલ્મમાં ન લો વગેરે વગેરે… આવી સ્થિતિમાં, મેં લડવાનું શરૂ કર્યું. આ કહાની સમાપ્ત થયા પછી વાર્તા શરૂ થઈ જે તમારાથી છુપાયેલ નથી. મારા બોલ્યા પછી મને ફિલ્મોમાંથી કાઢી મૂકવામાં આવી. આવી સ્થિતિમાં તે લોકો એક સાથે મળીને મારી વિરુદ્ધ ષડયંત્ર રચતા હતા. મારી સામે નેપોટિઝમની શરૂઆત થઈ. દરેક કોઈ ભગવાન બની ગયો અને બધા તેની આસપાસ ફરવા લાગ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન