Akshay Kumar - Mouni Roy's Romantic Dance Is Unmissable!
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • Video: જુઓ તો ખરા, અક્ષય કુમાર જોડે કેવી નાચી ‘નાગીન’

Video: જુઓ તો ખરા, અક્ષય કુમાર જોડે કેવી નાચી ‘નાગીન’

 | 8:47 pm IST

અક્ષય કુમાર અને મૌની રોય પોતાની અપકમિંગ ફિલ્મ ગોલ્ડના પ્રમોશનમાં વ્યસ્ત છે. અક્ષય કુમારની ગોલ્ડનું પહેલું સોન્ગ ‘નૈનો ને બાંધી’ રિલીઝ થયું છે. આ સોન્ગમાં અક્ષય કુમાર અને મૌની રોય રોમાન્સ કરતા જોવા મળે છે. વીતેલી રાતે મુંબઈમાં ગોલ્ડ ફિલ્મ માટે એક સ્પેશિયલ ઇવેન્ટ રાખવામાં આવી હતી.

આ ઇવેન્ટમાં અક્ષય કુમાર અને મૌની રોય જોરદાર ડાન્સ કરતા જોવા મળે છે. મૌનીએ ડાન્સનો વિડીયો પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યો છે. બંનેના ડાન્સ વિડીયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ મુંબઈ ખાતે ફિલ્મની એક ઈવેન્ટમાં અક્ષય કુમાર અને મૌની ફિલ્મના સોન્ગ ‘નૈનો ને બાંધી’ પર મન મુકીને નાચ્યા હતા.

It was a happy happy day ❤️

A post shared by mon (@imouniroy) on

ઉલ્લેખનીય છે કે ગોલ્ડ ફિલ્મ 1948ના સમય પર આધારિત છે, જ્યારે ભારતની હૉકી ટીમે પહેલો ઓલિમ્પિક મેડલ જીત્યો હતો. ફિલ્મમાં અક્ષય કુમાર અને મૌની રોય સિવાય કુનાલ કપૂર, અમિત સાધ, વીનિત સિંહ, સની કૌશલ પણ છે. મૌની રોયની આ ડેબ્યુ ફિલ્મ છે.