ફિલ્મ કેસરીમાં અક્ષય કુમાર સાથે પરિણીતી ચોપરાની જોડી   - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ફિલ્મ કેસરીમાં અક્ષય કુમાર સાથે પરિણીતી ચોપરાની જોડી  

ફિલ્મ કેસરીમાં અક્ષય કુમાર સાથે પરિણીતી ચોપરાની જોડી  

 | 3:07 am IST

ફિલ્મ મેકર કરણ જોહરે પોતાની આગામી ફિલ્મ કેસરીમાં અભિનેતા અક્ષય કુમાર સાથે અભિનેત્રી તરીકે પરિણીતી ચોપરાની પસંદગી કરી હોવાની સત્તાવાર જાહેરાત માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર ટ્વિટ કરી છે. સારાગઢીના યુદ્ધ પર બની રહેલી આ ફિલ્મનો ફર્સ્ટ લુક પણ થોડા સમય પહેલાં જ ટ્વિટર પર અપલોડ કરાયો હતો. અક્ષય કુમારે આ પ્રોજેક્ટને પોતાના જીવનનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાંનો એક ગણાવ્યો છે. ફિલ્મનું નિર્માણ કરણ જોહર અને દિગ્દર્શન અનુરાગસિંહ કરશે. અક્ષય ફરી એકવાર પઘડી લુક અને દાઢીમાં જોવા મળવાનો છે. નવા વર્ષની શરૂઆત અક્ષય કુમાર બાયોપિક ફિલ્મથી કરવાનો છે.