Akshay Kumar Accepted Sui Dhaga Challenge but Failed
  • Home
  • Featured
  • અક્ષયે સ્વીકારી ‘સુઈ ધાગા’ ચેલેન્જ, પરંતુ થઈ જોવા જેવી

અક્ષયે સ્વીકારી ‘સુઈ ધાગા’ ચેલેન્જ, પરંતુ થઈ જોવા જેવી

 | 12:50 pm IST

વરૂણ ધવન અને અનુષ્કા શર્માની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સુઈ ધાગા’ જલ્દી સિનેમાઘરોમાં રીલીઝ થશે, પરંતુ ફિલ્મનાં રીલીઝ પહેલા વરૂણ અને અનુષ્કા ફિલ્મને પ્રમોટ કરવામાં લાગ્યા છે. જ્યાં એક તરફ વરૂણ અને અનુષ્કા શહેર-શહેરમાં ફરીને દર્શકોને ફિલ્મ વિશે જણાવી રહ્યા છે તો તેમણે બોલીવુડને ‘સુઈ ધાગા’ ચેલેન્જ કરી છે. આ ચેલેન્જને અક્ષય કુમારે એક્સેપ્ટ કરી હતી, પરંતુ અક્ષય આ ચેલેન્જમાં ફેલ થઈ ગયો હતો.

આ પણ વાંચો: Photos: ‘સુઈ ધાગા’ની અનુષ્કા પર બનેલા આ મેમે પેટ પકડી હસાવશે

અક્ષયે આ ચેલેન્જ સાથે જોડાયેલો એક વિડીયો શેર કર્યો છે જેમાં તે 10 સેકેન્ડની અંદર સોયમાં દોરો પરોવવાનો પ્રયત્ન કરે છે. વિડીયોની શરૂઆતમાં અક્ષય કુમાર જણાવે છે કે તે આ ચેલેન્જ સ્વીકારે છે. અક્ષય બેવાર આ ચેલેન્જ સ્વીકારે છે પરંતુ બંનેવાર ફેલ થાય છે.

આ પણ વાંચો: આ બીમારીથી પીડાઈ રહી છે અનુષ્કા શર્મા, કરવો પડે છે આવી સમસ્યાઓનો સામનો