અક્ષયકુમાર અને રજનીકાંતની ફિલ્મ ૨.૦ હવે ૨૯ નવેમ્બરે રિલીઝ થશે - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • અક્ષયકુમાર અને રજનીકાંતની ફિલ્મ ૨.૦ હવે ૨૯ નવેમ્બરે રિલીઝ થશે

અક્ષયકુમાર અને રજનીકાંતની ફિલ્મ ૨.૦ હવે ૨૯ નવેમ્બરે રિલીઝ થશે

 | 4:38 am IST

બોલિવૂડના ખિલાડી અક્ષયકુમાર અને સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની પહેલી ફિલ્મ ૨.૦ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. એસ. શંકર દિગ્દર્શિત ફિલ્મ ૨૯ નવેમ્બર, ૨૦૧૮ના રિલીઝ થશે.  અક્ષયકુમાર, રજનીકાંત, એમી જેક્શન, સુધાંશુ પાંડે અને આદિલ હુસેન જેવા કલાકારો ધરાવતી સાયન્સ-ફિક્શન ફિલ્મનું બજેટ ૩૫૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. અક્ષયકુમારે આ ફિલ્મમાં ચસકેલ વૈજ્ઞાનિકની ભૂમિકા ભજવી છે. બોલિવૂડ સ્ટાર એના પહેલાં તામિલ પ્રોજેક્ટમાં વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે. જ્યારે સુપરસ્ટાર રજનીકાંત પણ વૈજ્ઞાનિકની જ ભૂમિકા ભજવી રહ્યા છે. ૨.૦ એ ૨૦૧૦માં આવેલી એંથિરન નામની તામિલ ફિલ્મની સિક્વલ છે.