Akshay Kumar ans Vidya Balan fighting Video goes Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • અક્ષય કુમારે ઉઠાવ્યો હાથ તો વિદ્યા બાલને આપ્યો આવો જવાબ, જુઓ Video

અક્ષય કુમારે ઉઠાવ્યો હાથ તો વિદ્યા બાલને આપ્યો આવો જવાબ, જુઓ Video

 | 8:13 pm IST

અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન મંગલ’ આજે દેશભરમાં રિલીઝ થઈ છે. જ્યારે આ પહેલા ફિલ્મના પ્રમોશન માટે ફિલ્મની કાસ્ટ અલગ-અલગ જગ્યાએ મોટાભાગે એક સાથે સ્પોટ થઈ હતી. આ ફિલ્મમાં ખેલાડી કુમાર સાથે અભિનેત્રી વિદ્યા બાલન, સોનાક્ષી સિન્હા, તાપ્સી પન્નૂ અને અભિનેતા શરમન જોશી જેવા કલાકાર છે.

જોકે તાજેતરમાં ફિલ્મની કાસ્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. જેમાં અક્ષય કુમાર અને વિદ્યા બાલન મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં અક્ષય કુમાર વિદ્યા બાલન પર હાથ ઉઠાવતા દેખાઈ છે. પરંતુ વિદ્યા બાલન અક્ષયને આકરો જવાબ આપે છે. જોકે આ ફાઇટ નકલી અને માત્ર મસ્તી છે. વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં જે અવાજ સંભળાય છે તે સોનાક્ષી સિન્હાનો છે એવું માનવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન