Akshay Kumar Dance with BSF Soldiers, Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • BSFના જવાનો સાથે ખિલાડી કુમારે કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો થયો વાયરલ

BSFના જવાનો સાથે ખિલાડી કુમારે કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો થયો વાયરલ

 | 2:45 pm IST

બોલિવૂડ ખિલાડી કુમાર હાલ તેની ફિમ્લ ‘કેસરી’ના કારણે ચર્ચામાં છે જે 21મી માર્ચે રિલીઝ થઈ છે. જોકે અક્ષય કુમાર તેની આ ફિલ્મને પ્રમોટ કરવા માટે ઘણી મહેનત પણ કરી રહ્યો છે. તાજેતરમાં ફિલ્મના પ્રમોશન માટે અક્ષય કુમાર સાથે ફિલ્મની અભિનેત્રી પરિણીતિ ચોપરા રાજધાની દિલ્હી પહોંચ્યા હતા. ત્યાં આ બન્નેએ બીએસએફના જવાનો સાથે મુલાકાત કરી હતી.

આ દરમિયાન અક્ષય કુમાર અને પરિણીતિ ચોપરાએ જવાનો સાથે ડાન્સ કર્યો હતો. અક્ષયે તેની ફિલ્મ કેસરીના સોંગ પર બીએસએફના જવાનો સાથે ડાન્સ કર્યો જ્યારે પરિણીતિ તેમને ચીયર્સ કરતા નજરે આવી હતી. આ ડાન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે જે લોકો દ્વારા ખૂબ પસંદ અને શેર કરવામાં આવી રહ્યો છે. ડાન્સ સિવાય અક્ષય કુમારે જવાનો સાથે સમય વિતાવ્યો તેમની સાથે વાતો પણ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન