Akshay Kumar donates Rs 2 cr to CM Relief Fund Kaziranga National Park
  • Home
  • Entertainment
  • Bollywood
  • ભારતનાં ટોપ હિરોનું ‘ટોપ’ કામ, આસામની દયનીય પરિસ્થિતિ જોઈને કરી દીધી મોટી મદદ

ભારતનાં ટોપ હિરોનું ‘ટોપ’ કામ, આસામની દયનીય પરિસ્થિતિ જોઈને કરી દીધી મોટી મદદ

 | 12:09 pm IST

ભારતનાં ઘણા રાજ્યમાં ભારે વરસાદનાં કારણે પુર આવ્યાં અને જાણે કે લોકોનાં જીવન તાણીને લઈ ગયાં હોય એવી સ્થિતિ થઈ ગઈ છે. એમાંથી એક રાજ્ય એટલે આસામ. આસામના માણસો મદદની પુકાર કરી રહ્યા છે. આ પુકારને સૌથી પહેલા બોલિવૂડનાં ટોપ હિરો અક્ષય કુમારે સાંભળી છે. અક્ષયે આ વાતની જાણકારી ટ્વિટ કરીને આપી છે.

અક્ષય કુમારે આસામ સરકારને એક કરોડ રૂપિયા આપ્યાં છે અને આસામ સરકારે તેનો આભાર પણ વ્યક્ત કર્યો છે. અક્ષયે ટ્વિટ કરીને જાણકારી આપી કે આસામમા જે બન્યું એ જાણીને ખુબ દુખી છું.

અક્ષયે આગળ વાત કરી કે, આ મુશ્કેલ ઘડીમાં માણસ અને જાનવર બંન્નેને મદદની જરૂર છે. હું સીએમ રાહત કોષને અને કાઝીરંગા નેશનલ પાર્કનાં રેસ્કયુ માટે 1-1 કરોડ રૂપિયા દાન કરવા માંગુ છું, અને બીજા લોકોને પણ મદદ કરવા માટે વિનંતી કરૂ છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન