અક્ષય કુમારની ફિલ્મ 'GOLD'નું નવું પોસ્ટર આવ્યું સામે, આ તારીખે થશે રિલીઝ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • અક્ષય કુમારની ફિલ્મ ‘GOLD’નું નવું પોસ્ટર આવ્યું સામે, આ તારીખે થશે રિલીઝ

અક્ષય કુમારની ફિલ્મ ‘GOLD’નું નવું પોસ્ટર આવ્યું સામે, આ તારીખે થશે રિલીઝ

 | 2:39 pm IST

અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘ગોલ્ડ’નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટરને હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું છે. અક્ષએ આ પોસ્ટરને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યું છે.

પોતાના ટ્વીટમાં અક્ષયે લખ્યું કે- દેશ બને છે જ્યારે બધા દેશવાસીઓની આંખોમાં એક સપનું હોય છે. પોસ્ટરમાં અક્ષય કુમાર હાથમાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજ લઈને જોવા મળે છે. આ ફિલ્મ આ વર્ષે 15 ઓગસ્ટના દિવસે રિલીઝ કરવામાં આવશે.

રીમા કાગતીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ગોલ્ડનું પ્રોડક્શન ફરહાન અખ્તર અને રિતેશ શિધવાની કરી રહ્યા છે. ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય મૌની રોય પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ મૌની રોયની ડેબ્યુ બોલિવુડ ફિલ્મ છે. ફિલ્મમાં અમિત સાધ અને કૃણાલ કપૂર પણ મહત્વની ભૂમિકા નિભાવતા નજરે પડશે.

અક્ષય કુમાર ફક્ત ભારત ના નહીં પરંતુ ચીનના પણ ફેવરીટ સ્ટાર બનવા જઈ રહ્યા છે. પહેલી વખત અક્ષયની ફિલ્મ ચીનમાં રિલીઝ કરવામાં આવી છે. અમે વાત કરીએ છીએ ફિલ્મ ‘ટોયલેટ એક પ્રેમ કથા’ની કે જેને ચીનમાં દર્શકોનો શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. 8 જૂને રિલીઝ થયેલી આ ફિલ્મે બે દિવસમાં 40 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન