Akshay Kumar Post a Picture on Social Media Account and Write ‘Don’t tell my Wife’
  • Home
  • Entertainment
  • Bollywood
  • KKK9: પત્ની ટ્વિંકલથી ડર્યો અક્ષય કુમાર, લખ્યું-‘મારી પત્નીને ના કહેતા’

KKK9: પત્ની ટ્વિંકલથી ડર્યો અક્ષય કુમાર, લખ્યું-‘મારી પત્નીને ના કહેતા’

 | 4:45 pm IST

ટીવી શો ‘ખતરો કે ખિલાડી’ સીઝન 9 તેના અંતિમ તબક્કામાં છે. આ શોનો અંતિમ એપિસોડ રવિવારે રાત્રે 9 વાગે પ્રસારિત થશે. આ શોના હોસ્ટ ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટી છે અને આ શોની સંપૂર્ણ શૂટિંગ અર્જેન્ટીનામાં થઈ છે. જોકે થોડા સમય પહેલા એવી ખબર આવી હતી કે આ શોના ફિનાલે એપિસોડમાં ખેલાડી કુમાર નજરે આવશે. પરંતુ તે વિશે કોઈ સ્પષ્ટ માહિતી નહોતી.

પરંતુ હવે અક્ષય કુમારે તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ વાતની પુષ્ટિ કરી છે. અક્ષય કુમારે ટ્વિટર પર એક તસવીર પોસ્ટ કરી છે જેમાં તેઓ રોહિત શેટ્ટી સાથે સળગતી કારો વચ્ચે ચાલતા નજરે આવી રહ્યો છે. જ્યારે ફોટોના કેપ્શનમાં અક્ષય લખ્યું કે,‘આ કેસરીનો સળગતો સપ્તાહ છે. રોહિત શેટ્ટી સાથે ખતરો કે ખિલાડીની સમાપ્તિ પર.’ ઉપરાંત અક્ષયે નટખટ અંદાજમાં પોસ્ટસ્ક્રિપ્ટમાં લખ્યું કે,‘મારી પત્નીને ન કહેતા.’

બીજી તરફ આ તસવીરને રોહિત શેટ્ટીએ પણ તેના ઇસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે અને કેપ્શનમાં લખ્યું કે,‘ખતરો કે ખિલાડીનું સીઝન કાલે સમાપ્ત થઈ રહ્યું છે. ધન્યવાદ, શોને ભારતીય ટેલિવિઝન પર સૌથી વધુ રેટિંગ અપાવવા માટે. જરૂરથી જુઓ’ ઉપરાંત રોહિતે લખ્યું કે,‘અન્ય બીજા ક્યા તરીકે આ શોને સમાપ્ત કરી શકાય.. અસલી ખિલાડી સાથે અથવા હવે તમે તેને સૂર્યવંશી પણ કહી શકો છો.’ તમને બતાવી દઈએ કે રોહિત શેટ્ટી અક્ષય કુમાર સાથે ‘સૂર્યવંશી’ ફિલ્મ બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર એક પોલીસ ઓફિસરનો પાત્ર કરતા નજરે આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન