Akshay Kumar Post his daughter cute Video on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • અક્ષય કુમારે પોસ્ટ કર્યો દિકરીનો ક્યુટ Video, ગણતરીના કલાકમાં 23 લાખથી વધુ લોકોએ જોયો

અક્ષય કુમારે પોસ્ટ કર્યો દિકરીનો ક્યુટ Video, ગણતરીના કલાકમાં 23 લાખથી વધુ લોકોએ જોયો

 | 11:05 pm IST

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર હાલ તેની આવનારી ફિલ્મ ‘હાઉસફુલ 4’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન ફિલ્મની કાસ્ટ સાથે અક્ષય ઘણા રિયાલિટી શો અને અલગ-અલગ ઇવેન્ટમાં પણ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે બોબી દેઓલ, રિતેશ દેશમુખ, કૃતિ ખારબંદા, કૃતિ સનન અને પૂજા હેગડે મુખ્ય ભૂમિકામાં છે.

અક્ષય કુમાર સોશિયલ મીડિયા પર પણ ઘણો એક્ટિવ રહે છે. આ દરમિયાન તેને પોતાની દિકરી નિતારાનો એક ક્યુટ વીડિયો પોસ્ટ કર્યો છે. અક્ષયે આ વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં નિતારા ટ્રેનમાં ટાઇમપાસ કરવા માટે કોશિશ કરી રહી છે. વીડિયો પોસ્ટ કરતા અક્ષય કુમારે લખ્યું કે,‘મને થોડી ચિંતા થઈ હતી કે 17 કલાક લાંબી ટ્રેન મુસાફરીમાં હું નિતારાનું મનોરંજન કેવી રીતે કરીશ. પરંતુ તે સારી રીતે મેનેજ કર્યું.’ અક્ષય કુમારે આ વીડિયો માત્ર 10 કલાક પહેલા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. લખાય ત્યાં સુધી વીડિયોને 23 લાખથી વધુ લોકોએ જોયો છે. આપને જણાવી દઈએ કે નવા કોન્સેપ્ટના માધ્યમથી ‘હાઉસફુલ 4’ની ટીમે ટ્રેનમાં પ્રમોશન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન