Akshay Kumar react on his film connected with PM Modi Projects
  • Home
  • Entertainment
  • Bollywood
  • શું PM મોદીના પ્રોજેક્ટ્સથી પ્રભાવિત હોય છે અક્ષય કુમારની ફિલ્મો? એક્ટરે આપ્યો આ જવાબ

શું PM મોદીના પ્રોજેક્ટ્સથી પ્રભાવિત હોય છે અક્ષય કુમારની ફિલ્મો? એક્ટરે આપ્યો આ જવાબ

 | 11:54 pm IST

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર હાલ તેની ફિલ્મ ‘મિશન મંગલ’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રમોશન માટે અક્ષય અને ફિલ્મની અન્ય કાસ્ટ ઘણી જગ્યાએ એક સાથે જોવા મળે છે. અક્ષય કુમાર સોશિયલ મીડિયા પર પણ ઘણો એક્ટિવ રહે છે. ત્યારે હવે અક્ષયે સોશિયલ મીડિયા પર વાયરલ થતા એક સવાલનો જવાબ આપ્યો છે.

છેલ્લા અમુક દિવસોથી સોશિયલ મીડિયા પર એક ચર્ચા વાયરલ છે કે અક્ષયની ફિલ્મોનું કનેક્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રોજેક્ટ્સ સાથે હોય છે અથવા તો અક્ષયની ફિલ્મો રાષ્ટ્રવાદના મુદ્દાથી પ્રભાવિત હોય છે. જ્યારે હવે અક્ષયે આનો જવાબ આપ્યો છે. તાજેતરમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન અક્ષયને આ જ સવાલ પૂછવામાં આવ્યો તો જવાબ આપતા અક્ષયે કહ્યું કે,‘મોદી સરે વર્ષ 2014માં સ્વચ્છ ભારતની શરૂઆત કરી હતી. પરંતુ મારી ફિલ્મ ટોઇલેટ: એક પ્રેમ કથા 2017માં રિલીઝ થઈ. એમ તમે ખોટા છો.’

વધુમાં અક્ષયે કહ્યું કે,‘ચંદ્રયાનના પ્રોજેક્ટ પર વર્ષ 2015થી કામ ચાલતું હતું અને અમે મિશન મંગલની શૂટિંગ ડિસેમ્બર 2018માં શરૂ કરી હતી. એમ અહીં પણ કોઈ કનેક્શન નથી. આ માત્ર સંયોગની વાત છે.’ વધુ એક ઉદાહરણ આપતા એક્ટરે કહ્યું કે,‘ઇસરોની સ્થાપના 15 ઓગસ્ટ 1969માં થઈ હતી અને આ એક સંયોગની વાત છે કે અમારી ફિલ્મ આ સંસ્થાની 50મી એનિવર્સરી પર રિલીઝ થઈ રહી છે. મને આ વાતની જાણ અમુક મહિના પહેલા જ થઈ.’

અક્ષયે કહ્યું કે ફિલ્મ ‘કેસરી’ની વાત કરીએ તો ફિલ્મ 1897ની કહાની છે. જ્યારે અમારી પર અટેક થયો. અમે કોઈની પર હુમલો નહોતો કર્યો. તેથી જેવી વાતો થઈ રહી છે. તેમાં કોઈ વાસ્તવિકતા નથી.

આ વીડિયો પણ જુઓ: પવનની ગતિએ જતા ઘોડા પર યુવકનો ઝળક્યો દેશપ્રેમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન