Akshay Kumar says About Politics and Lok Sabha Election Plan
  • Home
  • Entertainment
  • Bollywood
  • અક્ષય કુમાર લોકસભાની ચૂંટણી લડશે? જાણો શું કહ્યું રાજનીતિમાં એન્ટ્રી વિશે

અક્ષય કુમાર લોકસભાની ચૂંટણી લડશે? જાણો શું કહ્યું રાજનીતિમાં એન્ટ્રી વિશે

 | 4:28 pm IST

બોલિવૂડ ખિલાડી અને એક્ટર અક્ષય કુમારે અત્યાર સુધી તેના કરિયરમાં સામાજિક મુદ્દાઓ પર બનેલી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અક્ષયની આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ પણ બનાવ્યા. જ્યારે અક્ષયની આવી કેટલીક ફિલ્મોમાં કેન્દ્ર સરકારની ઘણી યોજનાઓ વિશે પણ સંદેશ આપવામાં આવ્યા હતા. પરંતુ સાથે-સાથે આ ફિલ્મોના કારણે અક્ષયનું નામ બીજેપી સાથે પણ જોડવામાં આવ્યું અને અક્ષય કુમાર જલ્દી રાજનીતિમાં એન્ટ્રી કરશે એવા સમાચાર પણ ઝડપથી ફેલાયા છે.

અક્ષય કુમાર લોકસભાની ચૂંટણી લડશે એવી ખબરો સામે આવી છે. જોકે હવે આ બધી અટકળો પર અક્ષય કુમારે જાતે ફુલસ્ટોપ લગાવ્યો છે. રિપોર્ટ મુજબ અક્ષય કુમારે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે,‘જે સંદેશ હું આપણા સમાજને આપવા માંગુ છે અને જે હું કરવા માંગુ છું. તે બધુ હું ફિલ્મોમાં કામ કરીને ઘણી સારી રીતે કરી રહ્યો છું. મને નથી લાગતું કે રાજનીતિમાં આવ્યા બાદ આટલી સરસ રીતે હું આ બધા કામ કરી શકીશ.’

ઉપરાંત અક્ષય કુમારે કહ્યું કે,‘જ્યારે મે ટોયલેટ એક પ્રેમ કથા કરી ત્યાર બાદ મે ઘણા પરિવર્તન જોયા. પેડમેન બાદ લોકોને સેનેટરી પર વાત કરતા પબ્લિક પ્લેસ પર જોયા. હવે આ મોટા શહેરોમાં ટેબૂ નથી. સિનેમાનો પાવર સમાજ પર જોવો અદ્ભુત છે.’ વધુ ઉમેરતા અક્ષયે કહ્યું કે,‘જ્યારે મે એરલિફ્ટ કરી હતી એ પહેલા કેટલાક લોકોને દેશના આ પરાક્રમ વિશે ખબર નહોતી. ગિનિસ બુકમાં આપણું નામ હતું એ વિશે પણ જાણ નહોતી. લોકો હોલીવૂડની ‘300’ ફિલ્મને જાણે છે પરંતુ આપણા દેશના બહાદુર જવાનો વિશે જાણતા નથી.’

વર્કફ્રન્ટની વાત કરીએ તો 21મી માર્ચે અક્ષયની ‘કેસરી’ ફિલ્મ રિલીઝ થવાની છે. આ ફિલ્મ 1897ના સારાગઢીની લડાઈ પર આધારીત છે. જેમાં બ્રિટીશ ભારતીય સેનાના 21 શીખ જવાન 10 હજાર અફગાની સૈનિકોનો સામનો કરે છે.