Akshay Kumar Shared Photos with Anupam Kher and Gulshan Grover
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવૂડના આ જૂના મિત્રો સાથે યાદોમાં ખોવાયો અક્ષય કુમાર, શેર કરી Photo

બોલિવૂડના આ જૂના મિત્રો સાથે યાદોમાં ખોવાયો અક્ષય કુમાર, શેર કરી Photo

 | 1:07 pm IST

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર તેની ફિલ્મો અને સામાજિક કામો માટે સતત ચર્ચામાં રહે છે. પરંતુ થોડા દિવસ પહેલા તેની નાગરિકતાને લઈ લોકોએ ઘણા સવાલ ઉભા કર્યા હતા. જોકે તે સમય અક્ષય કુમારના મિત્ર અને એક્ટર અનુપમ ખેરે તેનો સાથ આપ્યો હતો.

અક્ષય કુમાર સોશિયલ મીડિયા પર પણ ઘણો એક્ટિવ રહે છે. ત્યારે અક્ષયે લેજેંડરી એક્ટર અનુપમ ખેર અને ગુલશન ગ્રોવર સાથે એક સ્પેશિયલ તસ્વીર ફેન્સ સાથે શેર કરી છે. આ તસવીરમાં ત્રણે એક્ટર્સ હેપ્પી મોડમાં દેખાઈ રહ્યા છે. તસવીર શેર કરતા અક્ષય કુમારે જૂની વાતોને યાદ કરતા એક કેપ્શન પણ લખ્યું. અક્ષયે લખ્યું કે,‘મે મારું કરિયર આ બન્ને એક્ટર સાથે શરૂ કર્યું હતું અને આ અદ્ભુત છે કે હું અત્યારે પણ આ એક્ટર્સ સાથે કામ કરી રહ્યો છું.’

વધુ ઉમરતા અક્ષયે કહ્યું કે,‘અમે સાથે મળીને હસતાં, એક બીજાના પિંચ કરીએ છીએ, સાથે આગળ વધી રહ્યા છીએ, ખૂબસૂરત લોકો જેને દોસ્ત કહીએ છીએ.’ એક જ ફોટો ફ્રેમમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ત્રણ સિતારાઓને જોવા ફેન્સ માટે એક ટ્રીટ જેવું છે. મીડિયા રિપોર્ટ મુજબ અનુપમ ખેરે ફિલ્મ સૂર્યવંશીના સેટની મુલાકાત લીધી હતી. જ્યાં ત્રણે એક્ટર્સ એક બીજાને મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે બોલિવૂડ ખિલાડી અક્ષય કુમારે તેના શરૂઆતી કરિયરમાં અનુપમ ખેર અને ગુલશન ગ્રોવર સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અક્ષય અને અનુપમ ખેરે ‘બેબી’ અને ‘સ્પેશિયલ 26’માં પણ એક સાથે કામ કર્યું છે. વર્કફ્રંટની વાત કરીએ તો અક્ષય કુમાર હાલ ફિલ્મ ‘સૂર્યવંશી’ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ રોહિત શેટ્ટી ડાયરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મમાં અક્ષયના ઓપોઝિટ કેટરીના કૈફ નજરે આવશે. આ ફિલ્મ સિવાય અક્ષયની ‘મિશન મંગલ’,‘લક્ષ્મી બોમ્બ’,‘હાઉસફુલ 4’ પાઇપલાઇનમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન