akshay kumar shooting lock down photos r balki campaign for government
  • Home
  • Featured
  • Photos: લોકડાઉન વચ્ચે મુંબઈમાં પહેલું શૂટિંગ શરૂ, ડાયરેક્ટર આર બાલ્કી સાથે કામમાં મગ્ન અક્ષય કુમાર

Photos: લોકડાઉન વચ્ચે મુંબઈમાં પહેલું શૂટિંગ શરૂ, ડાયરેક્ટર આર બાલ્કી સાથે કામમાં મગ્ન અક્ષય કુમાર

 | 11:22 am IST

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં હાલ લોકડાઉન ચાલી રહ્યુ છે. મોટા ભાગના કામ ઠપ્પ થઈ ગયા છે. બોલિવૂડ પણ આમાંથી બચી નથી શક્યુ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ભારે ભરખમ નુકસાન થયુ છે.

ફિલ્મો અને ટીવી સીરિયલોનું શૂટિંગ રખડી પડ્યુ છે. આ તમામ વચ્ચે કેટલીક તસવીરો સામે આવી છે જેમાં મિસ્ટર ખિલાડી અક્ષય કુમાર લોકડાઉનમાં શૂટિંગ કરી રહ્યો છે.

અક્ષય કુમાર એક સાથે કેટલીયે ફિલ્મો કરવામાં મોખરે છે. અક્ષય હંમેશા ફિલ્મોમાં વ્યસ્ત રહે છે. હવે એક્ટરે ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધુ છે. મુંબઈ સ્થિત કમાલિસ્તાન સ્ટુડિયોમાં કામ ચાલી રહ્યુ છે.

તસવીરોમાં આર બાલ્કી સાથે અક્ષય કુમાર ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. માસ્ક પહેરી જરૂરી સાવધાની સાથે કામ થઈ રહ્યુ છે. ક્રૂ મેમ્બર જરૂરી સાવધાની રાખી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન