Akshay Kumar Sings Another Action-Packed charging 100 crore Fees
  • Home
  • Entertainment
  • Bollywood
  • અક્ષય કુમારે એક જ ફિલ્મનાં છાપ્યાં 100 કરોડ, બોલિવૂડની દરેક હસ્તીઓને ચક્કર આવી ગયાં..!!

અક્ષય કુમારે એક જ ફિલ્મનાં છાપ્યાં 100 કરોડ, બોલિવૂડની દરેક હસ્તીઓને ચક્કર આવી ગયાં..!!

 | 2:44 pm IST

અક્ષય કુમાર હવે હિટ નહીં પણ સુપર હિટ હીરોમાં ગુંજતુ એક નામ છે. ધડાધડ કેટલીય ફિલ્મો કર્યા બાદ હવે એ ધાંસુ ફિલ્મમાં તે કામ કરવા જઈ રહ્યો છે અને એના માટે તેણે આખા 100 કરોડની ફી વસુલી હોવાની પણ ખબરો આવી રહી છે. આ વખતે અક્ષય કુમાર વાસુ ભગનાની સાથે એક વાર ફરી કામ કરી શકે છે.

માનવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા જેટલી ફિસ લે તેવી શક્યતા છે. મળતી માહિતી પ્રમાણે અક્ષય કુમાર વાસુ અને એમી એન્ટરટેન્મેટનો નિખિલ અડવાણી મળીને આ પ્રોજેક્ટમાં કામ કરશે. તેમજ અટકળો છે કે, આ ફિલ્મને રંજીત તિવારી ડાયરેક્ટ કરી રહ્યા છે. કે જેણે આ પહેલા લખનઉ સેંટ્રલ ફિલ્મને ડાયરેક્ટ કરી હતી.

ફિલ્મ એક રિયલ લાઈફ ઘટનાથી પ્રેરિત અને હાર્ડ કોર એક્શન ડ્રામા પણ હશે. કહેવાય છે કે અક્ષય ઘણાં સમયથી બેક ટુ બેક હિટ ફિલ્મો આપી રહ્યો છે એટલા માટે આ ફિલ્મ માટે તેણે આટલી ફી વસુલવાનું નક્કી કર્યું અને તે આટલી ફીને પણ લાયક છે! ફિલ્મનું શૂટિંગ લંડનમાં હશે એવી પણ વાતો આવી રહી છે.

સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે અક્ષય કુમાર અને વાસુ ભગનાની લાંબા સમયથી સાથે કામ કરવા માગે છે. અત્યારે વાસુ તો ડેવિડ ધવનની ફિલ્મ કુલી નં.1ના રિમેકને પ્રોડ્યૂસ કરી રહ્યો છે. આ ફિલ્મમાં વરુણ ધવન અને સારા અલી ખાન જેવા સ્ટાર્સ જોવા મળશે.

આ વીડિયો પણ જુઓ: સુરતમાં 4 વાહનોનો એક સાથે અકસ્માત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન