હવે 'ખેલાડી' સ્ટાર અક્ષય બન્યો હૉકી કોચ, 'ગોલ્ડ' નું ટીઝર થયું લોન્ચ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • હવે ‘ખેલાડી’ સ્ટાર અક્ષય બન્યો હૉકી કોચ, ‘ગોલ્ડ’ નું ટીઝર થયું લોન્ચ

હવે ‘ખેલાડી’ સ્ટાર અક્ષય બન્યો હૉકી કોચ, ‘ગોલ્ડ’ નું ટીઝર થયું લોન્ચ

 | 12:33 pm IST

નવા વર્ષમાં માત્ર પેડમેન જ નહીં પણ તેનાં પછી પણ અક્ષય કુમાર બેક ટૂ બેક ફિલ્મો લઈને આવી રહ્યો છે. 9 ફેબ્રુઆરીએ તેમણી ફિલ્મ પેડમેન રિલીઝ થવાની છે, આ બધાની વચ્ચે પહેલા ‘કેસરી’ અને હવે ‘ગોલ્ડ’નું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં અક્ષય કુમારનો નવો લુક જોવા માટે તેમના ફેન્સ બહુ ઉત્સાહિત હતા, ટીઝર લોન્ચ થયા પછી તેમણા ચોહકો આ લુકને પસંદ પણ કરી રહ્યા છે. ફિલ્મનું ટીઝર જોઈને તમેન શાહરુખ ખાનની ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’ ની યાદ આવશે, પરંતુ આ બંને ફિલ્મોની કહાની બહુ અલગ છે.

ફિલ્મના ટીઝરમાં અક્ષય એક એવી ભારતીય હૉકી ટીમ બનાવાનું પ્રોમિશ આપતો જોવા મળે છે, જે આઝાદી પછી પહેલું ગોલ્ડ મેડલ અપાવશે. અક્ષયએ આ ટીઝરને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પણ શેર કર્યુ છે. તેમાં તેમણે કેપ્શનમાં લખ્યું છે કે ‘અબ હમ લોગ બોલેગેં ઓૈર દુનિયા સુનેગી’ આ ફિલ્મ દ્વારા ટીવી સીરિયલની અભિનેત્રી મોની રોય ડેબ્યૂ કરવા જઈ રહી છે.

આ ફિલ્મનું ડિરેક્શન રીમા કાગતી એ કર્યુ છે. ફિલ્મની કહાની 1948 નાં ઓલંપિક ખેલમાં ભારતએ પહેલું ગોલ્ડ મેડલ જીત્યું હતું તેનાં પર છે. આઝાદીનાં સમય પર આધાર આ ફિલ્મ આ વર્ષે 15 ઓગસ્ટ એ રિલીઝ થશે.

ફિલ્મમાં મોની રોય અક્ષય કુમારની પ્રેમિકાની ભૂમિકામાં જોવા મળશે. ટીઝરમાં તેમણી થાડી ઝલક જોવા મળે છે, તે આ ફિલ્મમાં બહુ સુંદર દેખાઈ રહી છે. મોની રોયની આ પહેલી ફિલ્મ તેના માટે બહુ ખાસ છે કેમ કે તેને ખેલાડી અક્ષયની સાથે કામ કરવા મળ્યું.