Akshay Kumar Went For Movie Date With Wife and Daughter
  • Home
  • Featured
  • Photos: પત્ની અને દીકરી નિતારા સાથે મૂવી ડેટ પર ગયો અક્ષય, જોઇ લો આ સુંદર તસવીરો

Photos: પત્ની અને દીકરી નિતારા સાથે મૂવી ડેટ પર ગયો અક્ષય, જોઇ લો આ સુંદર તસવીરો

 | 3:32 pm IST

અક્ષય કુમાર બુધવારનાં પત્ની ટ્વિંકલ ખન્ના અને દીકરી નિતારા સાથે મૂવી ડેટ પર ગયા હતા. થિયેટરની બહાર ખેલાડી કુમાર ફેમિલી સાથે જોવા મળ્યો હતો. ફૉટોમાં સૌ કેઝ્યુલ લૂકમાં જોવા મળ્યા હતા. મરૂન પ્રિંટેડ શર્ટ અને ડેનિમ જીન્સમાં ટ્વિંકલ સ્ટાઇલિશ લાગી રહી હતી. તે દીકરીનો હાથ પકડેલી જોવા મળી હતી. નિતારાએ મલ્ટીકલરનું પ્રિંટેડ ફ્રૉક પહેર્યું છે. નિતારાએ સાઇડ બેગ કૈરી કરેલી છે. મા ટ્વિંકલ સાથે તેણે મીડિયાને પોઝ આપ્યો. જ્યારે નિતારા નાની હતી ત્યારે અક્ષય-ટ્વિંકલ દીકરીને મીડિયા અટેંશનથી દૂર રાખતા હતા. તેઓ સોશિયલ મીડિયા પર દીકરીનાં ચહેરાને રીવીલ નહોતા કરતા.

પરંતુ હવે નિતારા મોટી થઇ ગઇ છે. આથી નિતારા ઘણીવાર અક્ષય-ટ્વિંકલ સાથે જોવા મળતી હોય છે. સોશિયલ મીડિયા પર પણ તેઓ દીકરીની તસવીરો શેર કરે છે. તસવીરોમાં અક્ષય કુમારનો કૂલ લૂક જોવા મળ્યો. તે ફ્લોરલ ટી-શર્ટ, ગ્રે શ્રગ અને મેચિંગ ટ્રાઉઝરમાં જોવા મળ્યો હતો. એક્ટરનાં વર્કફ્રંટની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ ‘કેસરી’ છે. આમાં અક્ષય કુમારની અપોઝિટ પરિણીતિ ચોપરા જોવા મળશે. ‘કેસરી’ 21 માર્ચનાં રોજ રીલીઝ થવા જઇ રહી છે. આ ફિલ્મને અનુરાગ સિંહે ડાયરેક્ટ કરી છે.

‘કેસરી’ બાદ અક્ષય કુમાર ‘મિશન મંગલ’, ‘ગૂડન્યૂઝ’, ‘સૂર્યવંશી’ અને ‘હાઉસફુલ-4’માં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન