અક્ષયની નાસિક હેલિકોપ્ટરની ટ્રીપ પર વિવાદ : પરમિશન કેવી રીતે મળી? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • અક્ષયની નાસિક હેલિકોપ્ટરની ટ્રીપ પર વિવાદ : પરમિશન કેવી રીતે મળી?

અક્ષયની નાસિક હેલિકોપ્ટરની ટ્રીપ પર વિવાદ : પરમિશન કેવી રીતે મળી?

 | 1:36 am IST
  • Share

। નાસિક ।

લોકડાઉન દરમિયાન બોલિવૂડ અભિનેતા અક્ષયકુમારની નાસિકની હેલિકોપ્ટરયાત્રા પર વિવાદ ઉભો થયો છે. મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળે એવું જણાવ્યું કે અક્ષયકુમારે હવાઈ મુસાફરી માટે સ્પેશિયલ પરમિશન લીધી છે તેમ છતાં પણ જો કોઈને તેમાં કંઈ અજુગતું લાગતું હશે તો તેઓ તપાસના આદેશ આપશે. મને આ સંબંધમાં એવી ફરિયાદ મળી છે કે લોકડાઉનમાં તેમને કેવી રીતે હવાઈ મુસાફરીની પરમિશન અપાઈ, શું કંઈ ખોટું થયું છે તે માટે અધિકારીઓની પણ તપાસ કરવામાં આવશે.

અક્ષયકુમારના પ્રવક્તાએ તો આ અંગે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો છે પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે અક્ષયકુમારે નાસિકના એક મંદિરના દર્શન કરવા માટે હવાઈ મુસાફરીની સ્પેશિયલ પરમિશન લીધી હતી, પરમિશન લીધા બાદ તેઓ હેલિકોપ્ટરમાં બેસીને નાસિક ગયા હતા. છગન ભુજબળે કહ્યું કે મને અક્ષયકુમારની નાસિક ટ્રીપના સમાચાર અખબાર વાંચીને મળ્યા હતા. તેઓ ક્યારે ગયા તેની મને કોઈ ખબર નથી. હું તેની તપાસ કરીશ. અક્ષયકુમાર નાસિકની ભાગોળે આવેલા મંદિર ત્ર્યંબકેશ્વરમાં દર્શન કરવા માટે આવ્યા હતા અને તેમણે તેમના દર્શનનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર નાસિકની મુલાકાત દરમિયાન ઘણા સિનિયર પોલીસ અધિકારીઓ તેમને મળ્યા હતા. હેલિપેડ ખાતેનો અક્ષયનો ફોટો વાઈરલ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન