અક્ષ્ય તૃતીયાના દિવસે આ એક વસ્તુ લક્ષ્મીજીને જરૂર ધરાવો - ધનની ખોટ નહી પડે - Sandesh
  • Home
  • Astrology
  • અક્ષ્ય તૃતીયાના દિવસે આ એક વસ્તુ લક્ષ્મીજીને જરૂર ધરાવો – ધનની ખોટ નહી પડે

અક્ષ્ય તૃતીયાના દિવસે આ એક વસ્તુ લક્ષ્મીજીને જરૂર ધરાવો – ધનની ખોટ નહી પડે

 | 1:42 pm IST

18 એપ્રિલના રોજ અક્ષ્ય તૃતીયાનો તહેવાર છે. આ તિથિ સૌથી શુભ માનવામાં આવે છે. આ તિથિએ કોઈપણ શુભ કામ કરી શકાય છે. તેમાં કોઈ પણ પ્રકારનો મુહૂર્ત જોવાની જરૂર નથી. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને સોના અને ચાંદીની ખરીદી કરવામાં આવે છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલીક ખાસ વસ્તુઓ પણ તેમને ભેટ કરવામાં આવે છે.

અક્ષ્ય તૃતીયા પર લક્ષ્મીજીને એકાક્ષી શ્રીફળ ધરાવવું શુભ હોય છે. એકાક્ષી શ્રીફળને માતા લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે. તેથી અક્ષ્ય તૃતીયા પર લક્ષ્મીજીને એકાક્ષી શ્રીફળ જરૂર ધરાવવું જોઇએ.

ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર કરવા અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મીની કેસર અને હળદરથી પૂજા કરવી જોઈએ.

માતા લક્ષ્મીને કોડીઓ ખૂબ જ પ્રિય છે. અક્ષય તૃતીયાના દિવસે 11 કોડીઓ લાલ કાપડામાં બાંધી જ્યાં નાણાં રાખતા હોય ત્યાં મુકી દો. આ ઉપાય તમારા માટે ફળદાયી રહેશે.

જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મીજીની કૃપા તમારા પર આખુ વર્ષ બની રહે તો પછી અક્ષય
તૃતીયાના દિવસે ચાંદીની બનેલી લક્ષ્મીજીની પાદુકાને ઘરમાં લાવો અને તેને માતા લક્ષ્મીજીની તસવીર સામે મુકી નિયમિત પૂજા કરો. આમ કરવાથી હંમેશા તમારા પર
માતા લક્ષ્મીની કૃપા બની રહેશે.