અક્ષય તૃતીયા પર દુર્લભ સંયોગ, જોણો ખરીદી અને પૂજાનો શુભ સમય - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • અક્ષય તૃતીયા પર દુર્લભ સંયોગ, જોણો ખરીદી અને પૂજાનો શુભ સમય

અક્ષય તૃતીયા પર દુર્લભ સંયોગ, જોણો ખરીદી અને પૂજાનો શુભ સમય

 | 5:57 pm IST

આ વખતે અક્ષય તૃતીય 18મી એપ્રિલે કૃતિકા નક્ષત્ર અને સર્વાર્થ સિધ્ધિ યોગમાં રહેશે. જે ખૂબ દુર્લભ અને શુભ સંયોગ છે. તૃતીયા તિથિમાં સોમવાર અથવા બુધવાર સાથે જો રોહિણી નક્ષત્ર પણ પડે તો તે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ વખતે અક્ષય તૃતીયા બુધવારે જ છે.

શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અક્ષય તૃતીયાના દિવસે સોનાની પણ ખરીદી કરવી જોઇએ. જેથી ધન-સંપદામાં વૃદ્ધિનો યોગ બને છે. આજ ના દિવસે જે કંઇ પણ કામ માણસ કરે છે, તે અક્ષય થઇ જાય છે. માટે જ ધાર્મિક અને શુભ કાર્ય આ દિવસે ચોક્કસપણે કરવું જ જોઇએ.

આવો આપણે જાણીએ કે અક્ષય તૃતીયાની પૂજા અને ખરીદીનો ક્યો સમય છે શુભ

અક્ષ્ય તૃતીયાની પૂજા માટે શુભ મુહૂર્ત: 05: 53: 12થી 12:20:50.સુધીનો રહેશે. સમયગાળો: 6 કલાક 27 મિનિટ.

ખરીદી માટે શ્રેષ્ઠ સમય :

ખરીદી કરવા માટે શુભ સમય સવારે 05 કલાક 56 મિનિટથી મધરાત સુધી રહેશે.