akshaya navami know the pujavidhi katha and importance
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • ભગવાન શિવ અને વિષ્ણુનું પ્રતીક એટલે આંબળાવૃક્ષ, પૂજા કરવાથી દૂર થશે દરિદ્રતા

ભગવાન શિવ અને વિષ્ણુનું પ્રતીક એટલે આંબળાવૃક્ષ, પૂજા કરવાથી દૂર થશે દરિદ્રતા

 | 11:12 am IST
  • Share

કારતક મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ akshaya navami આંબળા નવમી મનાવવામાં આવે છે. આ દિવસે સ્વસ્થ રહેવાની કામના સાથે આંબળા વૃક્ષની પૂજા કરવામાં આવે છે અને આંબળાના વૃક્ષ નીચે બેસીને ભોજન કરવામાં આવે છે. આની પાછળ માન્યતા છે કે આનાથી આરોગ્યમાં વૃદ્ધિ થાય છે.

આ દિવસે પૂજન કરીને આંબળાને પ્રસાદ રૂપે ગ્રહણ પણ કરવામાં આવે છે. આને અક્ષય નવમી પણ કહેવામાં આવે છે કારણકે આ દિવસે કરવામાં આવેલુ કોઈ પણ કાર્ય અક્ષય ફળ આપનાર હોય છે. અર્થાત તેના શુભ ફળમાં ક્યારેય કમી નથી આવતી. આંબળા નવમી 23 નવેમ્બર, 2020 સોમવારે આવી રહી છે.

પૌરાણિક માન્યતા
પૌરાણિક માન્યતા અનુસાર કારતક મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ અર્થાત આંબળા કે અક્ષય નવમીના akshaya navami દિવસે જ દ્વાપર યુગનો પ્રારંભ થયો હતો જેમાં શ્રીહરિ વિષ્ણુના આઠમાં અવતાર ભગવાન શ્રીકૃષ્ણએ જન્મ લીધો હતો.

આંબળા નવમીના દિવસો ભગવાન શ્રીકૃષ્ણએ વૃંદાવન-ગોકુળની ગલીઓ છોડીને મથુરા પ્રસ્થાન કર્યુ હતુ. આ જ એ દિવસ હતો જ્યારે તેમણે પોતાની બાળ લીલાઓ ત્યાગીને ફરજના પથ પર પગ મૂક્યા હતા. માટે આંબળા નવમીના દિવસે વૃંદાવન પરિક્રમા પ્રારંભ થાય છે.

આંબળા નવમીના akshaya navami દિવસે આંબળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. વૃક્ષનુ પૂજન કરીને તેમાં જળ અને કાચુ દૂધ અર્પિત કરવામાં આવે છે. પછી તેની પરિક્રમા કરીને થડ પર કાચુ સૂતર કે મોલી આઠ વાર લપેટવામાં આવે છે. આંબળા નવમીની akshaya navami કથા સાંભળવા કે વાંચવામાં આવે છે. ત્યારબાદ પરિવારજનો, મિત્રો વગેરે સાથે વૃક્ષ નીચે બેસીને ભોજન કરવામાં આવે છે.

આ વીડિયો જુઓ: વિરપુરના જલારામ મંદિરનો મહિમા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન