અક્ષય તૃતીયા પર ખરીદો છો સોનું ? તો આ વાતો ધ્યાન રાખો - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • અક્ષય તૃતીયા પર ખરીદો છો સોનું ? તો આ વાતો ધ્યાન રાખો

અક્ષય તૃતીયા પર ખરીદો છો સોનું ? તો આ વાતો ધ્યાન રાખો

 | 5:26 pm IST

18 એપ્રિલના રોજ અખાત્રીજની ઉજવણી કરવામાં આવશે. અક્ષય તૃતીયા એવો દિવસ છે કે જે દિવસે પંચાંગ જોયા વિના શુભ કાર્યો કરી શકાય છે. અક્ષય તૃતીયાનો અર્થ એવો થાય છે કે આ દિવસે કરેલા કાર્યોનો કદી નાશ નહીં થાય. આથી આ દિવસે લોકો ઘર ખરીદવું, સોનાની ખરીદી કરવી વિગેરે બાબતોને શુભ માને છે. અહીં, અમે જણાવીએ છીએ કે જો તમે અક્ષય તૃતીયા પર સોનાની ખરીદી કરો છો તો આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખો:

જો તમે સોનાનું કોઇ ઘરેણું ખરીદતા હોવ તો તમારે તેની શુદ્ધતા વિશે જાણકારી મેળવવી જોઇએ. સોનુ 24 કેરેટનું હોય તે સૌથી શુદ્ધ છે, પરંતુ ઘરેણાં હંમેશા 22 અથવા 18 કેરેટના હોય છે. માટે સોનાની ખરીદી વખતે તમારે સોનાની શુદ્ધતા વિશે જાણવું જોઈએ.

તે સિવાય હોલમાર્ક દાગીનાની જ ખરીદી કરો. તમને જણાવી દઇએ કે આ દાગીના થોડાં મોંઘા પડશે. કારણ કે આ આભૂષણોની ચકાસણીનો ખર્ચ ટોટલ રકમમાં શામેલ હોય છે. તેથી સોનાની ખરીદી કરતી વખતે વિવિધ દુકાનોમાંથી હોલમાર્કના રેટ્સ પણ જાણવા જોઇએ.

દાગીનાના મેકિંગ ચાર્જ વિશે પણ તમારે જાણવું જોઈએ. માટે એવા જ દાગીના ખરીદો જેનો મેકિંગ ચાર્જ ઓછો હોય. તેથી જયારે પણ તમે ઘરેણાં વેચો ત્યારે તમને વધારે નુકસાન થાય નહી.

ડિઝાઇન અને ટ્રેન્ડસ બદલાતા રહે છે, તેથી દાગીના ખરીદતી વખતે ધ્યાન રાખો કે કોઇ બાયબેક ઑફર અથવા એક્સચેન્જ ઓફર ચાલે છે કે નહી.

જો વાત શુદ્ધ સોનાની કરવામાં આવે તો નાના સ્ટોર્સમાંથી સોનુ ખરીદવું જોખમી છે. તેથી સોનાની ખરીદી કરો તો સારા સ્ટોર્સમાંથી ખરીદો અને બીલ જરૂરથી માંગો.