અક્ષય તૃતિયાના શુભ દિવસે તમારા લગ્ન લેવાયા હોય તો અચૂક કરજો આ કામ - Sandesh
  • Home
  • Astrology
  • અક્ષય તૃતિયાના શુભ દિવસે તમારા લગ્ન લેવાયા હોય તો અચૂક કરજો આ કામ

અક્ષય તૃતિયાના શુભ દિવસે તમારા લગ્ન લેવાયા હોય તો અચૂક કરજો આ કામ

 | 3:49 pm IST

અક્ષય તૃતીયા હિન્દુ ધર્મપ્રમાણે (હિન્દુ પંચાંગ) વૈશાખ શુક્લ પક્ષ 3 ત્રીજના દિવસે આવે છે. વૈવાહિક મહુર્તના પ્રમાણે આ એક એવી તિથી છે, જેમાં વગર મહુર્તે પણ લગ્ન આ દિવસે કરી શકાય છે. આ વખતે અક્ષય તૃતીયા 18 એપ્રિલ 2018ના રોજ આવે છે. આ દિવસે જેના લગ્ન છે, તે જાતકો શું કરશે અથવા કયા દેવી-દેવતાનું પૂજન કરે, જેથી તેમના ગૃહસ્થ જીવનમાં સુખ, શાંતિ અને વૈભવ બની રહેશે. આવો જાણીએ –

મેષ- આ રાશિના જાતકોએ ભગવાન ગણેશજીના દર્શન કરવા અને ગં ગણપતયે નમ:ની 9 માળા કરવી.

વૃષભ- કન્યાનું પૂજન કરે અને દુર્ગા ચાલીસાનો પાઠ કરે.

મિથુન- શિવશક્તિની આરાધના કરો.

કર્ક- ગુરુના દર્શન કરો અને શિવાષ્ટક અથવા શિવ ચાલીસા કરો.

સિંહ- સવારે સૂર્ય દર્શન કરો અને આદિત્યહ્રદયસ્તોત્રમનું પાઠ કરો.

કન્યા- માતાજી (દુર્ગા)ના દર્શન કરો અને ગણેશ ચાલિસા કરો.

તુલા- રાધાકૃષ્ણના દર્શન કરો અને કૃષ્ણાષ્ટક અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા કરો.

વૃશ્ચિક- શિવજીના દર્શન કરો અને શિવના બધા નામનું ઉચ્ચારણ કરો. (બાર જ્યોતિલિંગના નામનું ઉચ્ચારણ કરો).

ધનુ- દત્ત ભગવાનના દર્શન કરો અને ગુરુનો પાઠ કરો.

મકર- હનુમાનજીના દર્શન કરો અને હનુમાનચાલીસાના પાઠ કરો.

કુંભ- રામ-સીતાના દર્શન કરો અને રામરક્ષા સ્તોત્રના પાઠ કરો

મીન- શ્રી ગણેશ અથવા સાંઇ બાબાના દર્શન કરો અને બૂં બૃહસ્પતે નમ: ની 9 માળા કરો.

ઉપરોક્ત ઉપાય કરવાથી તમારા દાંપત્ય જીવનમાં ખુશિયોનો બગીચો ખીલી જશે.