Al Qaeda Chief Ayman al-Zawahiri's Threat On Jammu and Kashmir
  • Home
  • Featured
  • અલકાયદાના ચીફે કાશ્મીર મામલે ભારતને આપી ધમકી, ભારતીય સેના માટે કહી આ વાત

અલકાયદાના ચીફે કાશ્મીર મામલે ભારતને આપી ધમકી, ભારતીય સેના માટે કહી આ વાત

 | 3:25 pm IST

આતંકી સંગઠન અલ કાયદાના પ્રમુખ આયમાન અલ જવાહિરીએ એક વીડિયો જાહેર કરી કાશ્મીરને લઈ ભારતને ધમકી આપી છે. તેણે કહ્યું કે, ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીરની સરકાર પર સતત હુમલો કરતાં રહેવું જોઈએ. આ વાત ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રેસિઝ લોન્ગ વોર જર્નલે કહી છે. જવાહિરીએ અસ શબાબ દ્વારા ડોન્ટ ફોરગોટ કાશ્મીરના સંદેશમાં કાશ્મીરમાં સીમા પારથી આતંકવાદના મામલાઓમાં પાકિસ્તાનની સામેલગીરીનો પણ ઉલ્લેખ કર્યો છે.

જર્નલ માટે લખાયેલ લેખમાં થોમસ જોસ્લીએ કહ્યું કે, અલકાયદા કાશ્મીરમાં ભારતીય સેનાઓ સામે જિહાદ માટે સમૂહને તૈયાર કરી રહ્યો છે. જવાહિરીએ કહ્યું કે, કાશ્મીરમાં મુજાહિદ્દીનને ભારતીય સેના અને સરકાર પર સતત હુમલો કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જેથી ભારતીય અર્થવ્યવસ્થા તબાહ થઈ જાય અને ભારતની મેનપાવર અને ઉપકરણોને સતત નુકસાન થતું રહે.

જવાહિરીએ પાકિસ્તાની સેના અને સરકારને અમેરિકાના ચાપલૂસ પણ કહ્યા હતા. જવાહિરીએ કાશ્મીર પર પાકિસ્તાનની નીતિની તુલના તાલિબાન અને પ્રવાસી આતંકવાદીઓથી કરી. જવાહિરીએ દાવો કર્યો કે, પાકિસ્તાની સેના અને સરકાર તમામ મુજાહિદ્દીનનો ઉપયોગ વિશેષ રાજનીતિક ઉદ્દેશ્યો માટે દિલચસ્પી રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન