Al Qaeda leader calls for new terror attacks against US
  • Home
  • Featured
  • મુસ્લિમોને કહ્યું – ‘અમેરિકા, યુરોપ, રશિયા અને ઇઝરાયલને નષ્ટ કરી દો’, વીડિયો વાયરલ

મુસ્લિમોને કહ્યું – ‘અમેરિકા, યુરોપ, રશિયા અને ઇઝરાયલને નષ્ટ કરી દો’, વીડિયો વાયરલ

 | 1:45 pm IST

આતંકી સંગઠન અલકાયદાના નેતા અયમાન અલ-જવાહિરીએ બુધવારે એક વીડિયો જાહેર કરીને મુસ્લિમોને પશ્ચિમી દેશો પર હુમલો કરવા માટે ઉશ્કેર્યા છે. વાયરલ વીડિયોમાં જવાહિરીએ મુસ્લિમોને કહ્યું કે અમેરિકા, યુરોપ, ઈઝરાયલ અને રશિયા જેવા પશ્ચિમ દેશો પર હુમલો કરીને તેમને નષ્ટ કરી દો. જવાહિરી 9/11 આતંકી હુમલાની 18મી વરસી પર મુસ્લિમોને સંબોધિત કરી રહ્યા હતા.

અમેરિકાની કંપની સર્ચ ફોર ઈન્ટરનેશનલ ટેરરિસ્ટ એન્ટિટીઝ(SITE) આ વાતનો ખુલાસો કર્યો છે. એસઆઈટીઈ આતંકી સંગઠનોની ઓનલાઈન ગતિવિધિઓને ટ્રેક કરે છે. બાદમાં જવાહિરીનો આ વીડિયો પ્રકાશમાં આવ્યો છે

અલકાયદાના નેતાએ કહ્યું જો તમે જિહાદ ઈચ્છો છો તો પશ્ચિમ દેશોની સેનાને ધીરે-ધીરે ખત્મ કરતા રહો. અમેરિકન સૈનિક આજે પૂર્વથી પશ્ચિમ સુધી સમગ્ર વિશ્વમાં છે. તમારા દેશો અમેરિકાના ઠેકાણાઓથી ભરેલા છે. જેમાં નાસ્તિકો છે. અને તેમના દ્વારા ભષ્ટ્રાચારને ફેલાવવામાં આવી રહ્યો છે.

જવાહિરીના 33 મિનિટ 28 સેકન્ડના ભાષણને રેકોર્ડ કરવામાં આવ્યું હતું. જવાહરિએ તેમના ભાષણમાં જિહાદી રસ્તો છોડનાર લોકોની ટીકા કરી હતી. ખાસ કરીને એવા લોકો જે એમ કહે છે કે 9/11 જેવા હુમલા થવા ન જોઈએ, કારણે તેમાં સામાન્ય નાગરિકો પણ મરે છે.

બુધવારે અફધાનિસ્તાનના કાબુલમાં અમેરિકાની એમ્બેસીની પાસે બ્લાસ્ટ થયો હતો. જોકે અત્યાર સુધીમાં આ હુમલાની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી. ન્યુઝ એજન્સીએ જણાવ્યું હતું કે આ એક પ્રકારનો રોકેટ બ્લાસ્ટ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન