Al-Qaeda new video five Militant threaten jihad against India
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કાશ્મીર, બાબરી, જેહાદ..Al-Qaedaના આતંકીઓએ ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યુ

કાશ્મીર, બાબરી, જેહાદ..Al-Qaedaના આતંકીઓએ ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યુ

 | 11:34 am IST
  • Share

  • ભારતની ગુપ્તચર એજન્સીઓને હાથ તાળી આપવા આતંકવાદી સંગઠનોની નવી ચાલ
  • POK માં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના નામ બદલવામાં આવ્યા
  • વીડિયોમાં ભારત વિરૂદ્ધ ઉશ્કેરણી જનક પ્રચાર

ભારતની ગુપ્તચર એજન્સીઓને હાથ તાળી આપવા માટે આતંકવાદી સંગઠનો એક નવી યુક્તિ સાથે આવ્યા છે. ગુપ્તચર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં આતંકવાદીઓને તાલીમ આપવા માટે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના નામ બદલવામાં આવ્યા છે.

લશ્કરનું નામ Al Burq અને Al umar Mujahedeen રાખવામાં આવ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે આંતરરાષ્ટ્રીય દબાણથી બચવા માટે પાકિસ્તાનની આ ચાલ છે. આ તમામ વચ્ચે એક નવો ફણગો ફૂંટ્યો છે કાશ્મીર પર અલકાયગા ઇંડિયન સબ કોન્ટિનેટ (AQIS) નવો વીડિયો શેર કર્યો છે જેમાં જેહાદ છોડવાની વાત કરવામાં આવી રહી છે.

અલ કાયદાની મીડિયા વિંગ As Sahab વીડિયો શેર કર્યો છે. વીડિયોની શરૂઆત અલ કાયદાના ચીફ અલ ઝવાહિરના ઓડિયો સ્ટેટમેન્ટથી થાય છે. બાદમાં વીડિયોમાં 5 આતંકવાદીઓ હથિયારોથી સજ્જ દેખાઈ રહ્યા છે, જેમાં એક આતંકવાદી કહેતો સંભળાય છે કે મારું નામ મીર મહિબુલ્લાહ છે, હું કાશ્મીરનો છું. તે પછી કાશ્મીરમાં જેહાદ વિશે વાત કરી રહ્યા છે.

વીડિયોમાં ભારત સરકાર સામે જેહાદ કરવાની વાત કરવામાં આવી છે. વીડિયોમાં ઝાકિર મુસાને પણ યાદ કરવામાં આવ્યા છે. તપાસ એજન્સીઓ અનુસાર, ભલે આ વીડિયો અલ કાયદા દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો, પરંતુ તેની પાછળનું પીઠબળ પાકિસ્તાનનું જ છે. આ પ્રચાર વિડીયો દ્વારા કાશ્મીરના યુવાનોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

વીડિયોમાં બાબરી મસ્જિદ તોડવાની વાત કરવામાં આવી રહી છે. આ વીડિયોને લઈને ગુપ્તચર એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આ વીડિયો લગભગ 1 મિનિટ 30 સેકન્ડનો છે જેમાં ભારત વિરૂદ્ધ પાકિસ્તાનનું ઝેર સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો